અમેરિકામાં ભૂકંપના તીવ્ર આંચકા, રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા

અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. ડ્રેક પેસેજ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે, જે દક્ષિણ-પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ-પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.

અમેરિકામાં ભૂકંપના તીવ્ર આંચકા, રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા
| Edited By: | Updated on: Aug 22, 2025 | 8:40 AM

દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.0 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રેક પેસેજ વિસ્તારમાં આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ડ્રેક પેસેજ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે, જે દક્ષિણ-પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ-પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.

USGS ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે અથડાય અથવા ઘસાય છે કે એકબીજા પર ચઢે છે અથવા તેમનાથી દૂર જાય છે, ત્યારે જમીન કાપવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે, આપણે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. જેમ રિક્ટર સ્કેલ પર તીવ્રતા વધુ તેમ ભૂકંપની ભયાનકતા વધુ રહેતી હોય છે.

રિક્ટર સ્કેલની તીવ્રતા 1 થી 9 સુધીની હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે, તે કેન્દ્રમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 નો અર્થ ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 નો અર્થ સૌથી વધુ છે. અત્યંત ભયાનક અને વિનાશક તરંગો. જેમ જેમ તેઓ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર જો ભૂકંપની તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.

વિશ્વના અનેક દેશના મહત્વના નાના મોટા સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો