કાબુલમાં હજી પણ ખતરો ! અમેરિકાએ કહ્યું – ISIS રોકેટ અને બોમ્બ દ્વારા એરપોર્ટ પર હુમલો કરી શકે છે

|

Aug 27, 2021 | 1:14 PM

યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ (General Frank McKenzie) કહ્યું છે કે આઈએસઆઈએસ કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર વધુ હુમલા કરી શકે છે.

કાબુલમાં હજી પણ ખતરો ! અમેરિકાએ કહ્યું - ISIS રોકેટ અને બોમ્બ દ્વારા એરપોર્ટ પર હુમલો કરી શકે છે
અમેરિકાએ ઉચ્ચારી ચેતવણી, હજુ પણ કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલા

Follow us on

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલના એરપોર્ટની (Kabul Airport Blast) બહાર આત્મઘાતી હુમલા બાદ પણ હજુ ભય દેખાઈ રહ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે ISIS ના હુમલા બાદ પણ કાબુલમાં (Kabul) વધુ હુમલાનો ભય રહેલો છે . મીડિયા અહેવાલો અનુસાર, કાબુલ એરપોર્ટની (Kabul Airport ) બહાર આતંકવાદી હુમલામાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાના બિનસત્તાવાર અહેવાલ છે. જો કે, અફઘાનિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં સત્તાવાર રીતે 73 લોકોના મોત થયા છે. તેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.

આતંકી હુમલા અંગેના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગુરુવારે સાંજે બે વિસ્ફોટો અને ફાયરિંગથી એરપોર્ટનો બહારનો ભાગ ધણઘણી ઉઠ્યો હતો. અફઘાન પત્રકારો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં એરપોર્ટની બહાર એક નહેરની આસપાસ ડઝનબંધ મૃતદેહો વેરવિખેર જોવા મળે છે. આરોગ્ય અધિકારી અને તાલિબાન અધિકારીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધીને 73 થયો છે. તેમાં 28 તાલિબાન લડવૈયાઓ પણ સામેલ છે. ઇસ્લામિક સ્ટેટે (Islamic State) કહ્યું છે કે તેના એક આત્મઘાતી હુમલાખોરે અમેરિકી સૈન્ય સાથે કામ કરતા સ્થાનિક દુભાષિયા અને તેમના સાથીઓને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આ હુમલા માટે IS ને પણ જવાબદાર ઠેરવ્યું છે.

આતંકવાદીઓ રોકેટ અને વાહનો દ્વારા ફરી એરપોર્ટને નિશાન બનાવી શકે છે
અમેરિકાએ કહ્યું છે કે તે આ હુમલાનો બદલો લેશે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે યુએસ કમાન્ડરો ઇસ્લામિક સ્ટેટ દ્વારા વધુ હુમલા માટે એલર્ટ પર છે. રોકેટ અને વાહનો દ્વારા બોમ્બ બ્લાસ્ટ થવાની સંભાવનાને નકારી શકાતી નથી. હજુ પણ વધુ હુમલાનો ભય તોળાઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આવા સંભવિત હુમલા સામે તૈયાર કરવા માટે અમારા સૈન્ય જવાનોને કહ્યુ છે. અને આવા હુમલાઓને ખાળવા માટે જરૂરી હોય તે બધું કરી છુટવા કહ્યુ છે. જનરલે કહ્યું કે તાલિબાન દ્વારા કેટલીક ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. જનરલ મેકેન્ઝીનું માનવું છે કે તાલિબાન દ્વારા કેટલાક હુમલાઓને પણ અટકાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાઈડને બદલો લેવાનું કહ્યુ 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પેન્ટાગોનને આદેશ આપ્યો છે કે તે ISIS-K પર હુમલો કરવાની તૈયારી કરે. હુમલામાં માર્યા ગયેલા લોકોના જીવનો બદલો લેવાની વાત કરતા બાઈડને કહ્યું કે, ‘અમે તમને (હુમલાખોરોને) પકડીને સજા કરીશું.’ બાઈડને ગુરુવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતુ કે, ‘આ હુમલાની સજા થશે.અમેરિકાને નુકસાન પહોંચાડવાનો ઇરાદો રાખનારને યોગ્ય સજા કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે અમે હુમલાખોરોને છોડીશુ નહીં. અમે આ ભૂલીશું પણ નહીં. અમે તેમને પકડીને સજા કરીશું. હું મારા દેશના હિતો અને લોકોનું રક્ષણ કરીશ.

આ પણ વાંચોઃ Kabul Airport Attack: કાબુલ એરપોર્ટ પરના હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, અમેરિકાએ તેના નાગરિકો માટે જાહેર કર્યુ એલર્ટ

આ પણ વાંચોઃ Kabul Airport Attack: કાબુલ હુમલા બાદ વિશ્વ આઘાતમાં, બ્રિટિશ PM બોલ્યા જારી રહેશે ઓપરેશન PITTING, વાંચો કોણે શું કહ્યું ?

Next Article