Shri Lanka: એવું તે શું થયું કે શ્રીલંકાની સરકારે મહિલાઓને એક વર્ષ સુધી પ્રેગ્નેન્સી ટાળવા કહ્યું, આ છે ગંભીર કારણ

|

Sep 12, 2021 | 8:20 AM

સરકારના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડિરેક્ટરે જણાવ્યું હતું કે નવા પરણેલા લોકોને અને અન્ય લોકોને ઓછામાં ઓછા એક વર્ષ સુધી કુટુંબ નિયોજન કરવાની સલાહ આપી રહ્યા છીએ.

Shri Lanka: એવું તે શું થયું કે શ્રીલંકાની સરકારે મહિલાઓને એક વર્ષ સુધી પ્રેગ્નેન્સી ટાળવા કહ્યું, આ છે ગંભીર કારણ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Sri Lanka Pregnancy Delay News: છેલ્લા ચાર મહિનામાં શ્રીલંકામાં કોરોના વાયરસને કારણે ઓછામાં ઓછી 40 સગર્ભા મહિલાઓના મોત થયા છે, ત્યારબાદ દેશના આરોગ્ય મંત્રાલયે મહિલાઓને ગર્ભાવસ્થા મુલતવી રાખવાની સલાહ આપી છે. અહીં એક સગર્ભા સ્ત્રી (Pregnant Women Coronavirus) નું મે મહિનામાં પ્રથમ મૃત્યુ થયું હતું. એપ્રિલના મધ્યમાં સ્થાનિક નવા વર્ષ દરમિયાન પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો ત્યારથી કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેનાથી જોખમ વધી ગયું છે. આ નવું વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ઘાતક છે અને ઝડપથી ફેલાય છે.

સરકારના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડિરેક્ટર ચિત્રામાલી ડી સિલ્વાએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે અમારા દેશ (Shri Lanka ) માં દર વર્ષે 90 થી 100 સગર્ભા સ્ત્રીઓ મૃત્યુ પામે છે, પરંતુ કોવિડ -19 ની ત્રીજી લહેરથી (Third Wave Covid19 ), કોવિડ સંબંધિત માત્ર 41 મૃત્યુ નોંધાયા છે. ‘સરકારી પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ હર્ષ અટપટ્ટુએ કહ્યું કે’ અમે કોવિડ -19 ના ખતરાને કારણે નવા પરણેલા લોકોને અને અન્ય લોકોને ઓછામાં ઓછા એક વર્ષ સુધી કુટુંબ નિયોજન કરવાની સલાહ આપી રહ્યા છીએ.

5500 ગર્ભવતી મહિલાઓ થઈ સંક્રમિત
ડી સિલ્વાએ કહ્યું કે 5500 સગર્ભા સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત થઈ છે. તેમાંથી 70 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. નિષ્ણાતોએ સગર્ભા સ્ત્રીઓને પણ રસી લેવાનું કહ્યું છે. શ્રીલંકાના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ડેલ્ટા વેરિએન્ટ (Covid in Pregnant Women) ના કારણે મહિલાઓને જોખમ વધારે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓગસ્ટથી શ્રીલંકાએ લોકડાઉનના નિયમોમાં નોંધપાત્ર હળવાશ કરી છે, જેને સરકાર સપ્ટેમ્બરના મધ્યમાં કડક કરવાની આશા રાખે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના નિષ્ણાતોએ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં કડક પ્રતિબંધો માટે હાકલ કરી છે.

અત્યાર સુધી કેટલા કેસ સામે આવ્યા છે?
રસીકરણ અભિયાનને વેગ આપવા અને રસીના બંને ડોઝ કુલ વસ્તીના લગભગ અડધા ભાગને આપવા છતાં, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા (Sri Lanka Coronavirus Cases) વધી રહી છે. કોરોનાના કુલ કેસોની વાત કરીએ તો, શ્રીલંકામાં લગભગ 475,000 કેસ નોંધાયા છે અને 10,500 થી વધુ મૃત્યુ નોંધાયા છે. ડોક્ટરોનું કહેવું છે કે ઘણા કેસ નોંધાયા નથી, તેથી વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે સસ્તા ? આ રીતે જાણો તમારા શહેરમાં ઇંધણના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો: નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે

 

Next Article