આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મોંઘવારી બેકાબુ, ખાદ્ય ચીજોના ભાવ આસમાને

|

Apr 10, 2022 | 10:55 AM

આર્થિક સંકટને (Economic Crisis) કારણે સરકારને ખાદ્ય ચીજવસ્તુઓ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. જેના કારણે દૂધ પાવડર અને ચોખા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મોંઘવારી બેકાબુ, ખાદ્ય ચીજોના ભાવ આસમાને
sri lanka economic crisis

Follow us on

એશિયાઈ દેશ શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો (Sri Lanka Economic Crisis) સામનો કરી રહ્યું છે. અહીં ખોરાક અને ઈંધણના અભાવે મોટી સંખ્યામાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, કોરોના રોગચાળાની  (Corona Pandemic) શરૂઆતથી પર્યટન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેને કારણે દેશની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે અહીં ચોખાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અહીંના લોકોનું કહેવું છે કે ચોખાના ભાવ અસહ્ય સ્તરે વધી ગયા (Rice Price in Sri Lanka) છે. એક અહેવાલ મુજબ કિલો ચોખાની લઘુત્તમ કિંમત હવે 200-240 રૂપિયાને વટાવી ગઈ છે.

આયાત પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી

તમને જણાવી દઈએ કે, આર્થિક સંકટને (Economic Crisis)કારણે સરકારને ખાદ્ય ચીજવસ્તુઓ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. જેના કારણે દૂધ પાવડર અને ચોખા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે. જોકે વેપાર મંત્રાલયે કહ્યું છે કે જથ્થાબંધ વેપારીઓ દ્વારા સબસિડીવાળા ભાવે ચોખા વેચવામાં આવી રહ્યા છે. ‘કોલંબો પેજ’ અનુસાર  ઘણા આઉટલેટ્સ ચોખાની માંગને પહોંચી વળવા સક્ષમ નથી.

મુખ્ય વિરોધ પક્ષ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જાના બલવેગયા (SJB) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની (Gotabaya Rajapaksa) સરકાર સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો માટે પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. SJB એ એમ પણ કહ્યું હતું કે જો તે લોકોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ જાય તો તે રાજપક્ષે સામે મહાભિયોગ લાવવા માટે તૈયાર છે.

આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?

ઉલ્લેખનીય છે કે, હાલ સરકાર પાસેથી રાષ્ટ્રપતિ અને સમગ્ર રાજપક્ષે પરિવારના રાજીનામાની માંગણીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ પણ દેશમાં રાષ્ટ્રપતિ પ્રથાને નાબૂદ કરવાની હાકલ કરતા કહ્યું કે, સત્તા કારોબારી છે,જેથી ધારાસભા અને ન્યાયતંત્રને વિભાજિત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં સત્તાના વડા રાષ્ટ્રપતિ હોય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પાકિસ્તાન : સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન મિંયાને પાર્ટી તુટવાનો ભય ! કેટલાક અન્ય સાંસદો પણ છોડી શકે છે સાથ

Next Article