શ્રીલંકામાં ઈંધણની કટોકટી : પેટ્રોલ પંપ પર ખડકી દેવાઈ સેના, સૈનિકોની હાજરીમાં થઈ રહ્યું છે પેટ્રોલનુ વિતરણ

|

Mar 23, 2022 | 11:41 AM

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયે બુધવારે ઈંધણના આર્થિક સંકટ અંગે ચર્ચા કરવા તમામ રાજકીય પક્ષોની સમિટની જાહેરાત કરી હતી.

શ્રીલંકામાં ઈંધણની કટોકટી : પેટ્રોલ પંપ પર ખડકી દેવાઈ સેના, સૈનિકોની હાજરીમાં થઈ રહ્યું છે પેટ્રોલનુ વિતરણ
Fuel Shortage in Srilanka

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) ઈંધણની અછતને કારણે પેટ્રોલ પંપ(Petrol Pump) પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મંગળવારે પેટ્રોલ પંપ પર તૈનાત સેનાને ઈંધણના વિતરણના (Fuel Distribution)સંચાલન અને દેખરેખ માટે તૈનાત કરવી પડી હતી. વિદેશી હૂંડિયામણના અભાવે દેશમાં ભારે આર્થિક અને ઊર્જા સંકટ (Fuel Crisis) સર્જ્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો અને ઈંધણની અછતના કારણે હજારો લોકોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને દરરોજ કલાકો સુધી વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ પંપ પર સેના તૈનાત કરવાની ફરજ પડી

મંગળવારે સવારે નિઃશસ્ત્ર સૈનિકો સરકારી માલિકીની સેલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા સંચાલિત પંપ પર લોકોને નિયંત્રિત કરતા જોવા મળ્યા હતા. ઉર્જા મંત્રી ગામિની લોકુગેએ જણાવ્યુ હતુ કે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અમે પેટ્રોલ પંપ પર લશ્કરી જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે લોકો વેપાર કરવા માટે કેનમાં ઈંધણ લઈ રહ્યા છે.

નાગરિકોની મુશ્કેલી વધી

સૈનિકો ખાતરી કરશે કે લોકોમાં ઈંધણનું(Fuel) યોગ્ય વિતરણ થાય છે. તમને જણાવી દઈએ કે, ઈંધણ માટે કતારમાં ઉભેલા લોકોમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. વિદેશી હૂંડિયામણની કટોકટીના કારણે ઇંધણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત અટકી જતા હાલ નાગરિકોની મુશ્કેલી વધી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ભારતે શ્રીલંકાને લોન આપી

શ્રીલંકાની સરકારે ભારત પાસેથી લોનની મદદ માગી હતી, જેના પછી ગયા અઠવાડિયે ભારતે આર્થિક સંકટને(Financial Crisis) દૂર કરવા માટે એક અબજ ડોલરની લોન આપી હતી. આ લોન ભારત દ્વારા શ્રીલંકાને ખાદ્યપદાર્થો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજોની ખરીદી માટે આપવામાં આવી છે. આ માટે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ડીલ વિશે માહિતી આપી.ઉલ્લેખનીય છે કે,આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે એક અબજ ડોલરની લોન સુવિધા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Russia-Ukraine War: શું રશિયા યુક્રેન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે ? ક્રેમલિને આપી ધમકી, જાણો સમગ્ર વિગત

Next Article