ગુજરાત પાસે કોલસાનો ઓછો જથ્થો ! ગુજરાત પર તોળાતું વીજ સંકટ
એક અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારના થર્મલ પાવરપ્લાન્ટ હાલ પ્લાન્ટ લોડ ફૅક્ટરની 50 ટકા ક્ષમતા પર કામ કરી રહ્યા છે. GUVNL એટલે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ગુજરાત સરકારની એક કંપની છે,
ભારતમાં આવનારા સમયમાં વીજસંકટ ઊભું થઈ શકે છે. ભારતમાં 135 પાવરપ્લાન્ટ્સ કોલસા પર આધારિત છે અને કોલસાના પુરવઠાની ગંભીર અછત સર્જાઈ છે. ભારતમાં 70 ટકાથી વધારે વીજળી કોલસાથી ઉત્પાદિત થાય છે, એવામાં આ ચિંતાનો વિષય છે કારણ કે મહામારી પછી માંડ પાટે આવી રહેલું અર્થતંત્ર ફરી ખોટકાઈ શકે છે. આ સંકટ કેટલાક મહિનાઓથી પેદા થઈ રહ્યું હતું. કોવિડ મહામારીની બીજી લહેર પછી ભારતના અર્થતંત્રમાં તેજી આવી અને વીજળીની માગ અચાનક વધી ગઈ હતી. ગત બે મહિનામાં જ વીજળીની ખપત 2019ની સરખમામણીમાં 17 ટકા વધી ગઈ છે. આ દરમિયાન દુનિયાભરમાં કોલસાના ભાવ 40 ટકા સુધી વધ્યા છે, એ પણ ત્યારે જ્યારે ભારત તરફથી કોલસાની આયાત બે વર્ષની તુલનામાં તળિયે છે.
દેશમાં નેચરલ ગૅસના વધેલા ભાવ અને કોલસાની તંગીને કારણે ગુજરાતમાં વીજળીના પુરવઠા પર અસર પડી હોવાના અહેવાલ છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારના થર્મલ પાવરપ્લાન્ટ હાલ પ્લાન્ટ લોડ ફૅક્ટરની 50 ટકા ક્ષમતા પર કામ કરી રહ્યા છે. GUVNL એટલે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ગુજરાત સરકારની એક કંપની છે, જે વીજની જથ્થામાં ખરીદી અને તેના વેચાણ તથા વીજળીનાં ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વહેચાણ સંબંધિત છે.. સબ્સિડિયરી કંપનીઓ વચ્ચે સંયોજન અને કાર્યોને સરળ બનાવવાનું કામ કરે છે. ગુજરાતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 29,000 મેગાવૉટ છે, હાલ પીકના કલાકોમાં વીજળીની તંગી સર્જાઈ રહી છે. આ સમયમાં, ગુજરાતે પાવર ઍક્સચેન્જથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે.