Canada Work Permit: 2023થી હવે આ લોકોને મળશે સરળતાથી વર્ક પરમિટ, IRCCએ કરી મોટી જાહેરાત

તમને જણાવી દઈએ કે કેનેડા તે લોકોના પરિવારના સભ્યો અને તેમના જીવનસાથીને વર્ક પરમિટ આપવાનું શરૂ કરશે, જે પહેલાથી જ કેનેડામાં રહે છે. તે સિવાય તેમની પાસે વેલિડ વર્ક પરમિટ છે. જો કે આ કેનેડા વર્ક પરમિટ માત્ર 2 વર્ષ માટે હશે, કારણ કે આ એક અસ્થાયી ઉપાય છે.

Canada Work Permit: 2023થી હવે આ લોકોને મળશે સરળતાથી વર્ક પરમિટ, IRCCએ કરી મોટી જાહેરાત
Canada Work Permit Image Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 5:48 PM

કેનેડાની સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે હજારો ભારતીયોને મોટો ફાયદો થશે. કેનેડામાં હવે વર્ક પરમિટ મેળવવી વધુ સરળ બનશે. IRCC (ધ ઈમેગ્રેશન, રેફ્યૂઝી એન્ડ સિટિજનશિપ કેનેડા)એ જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2023થી વર્ક પરમિટ હોલ્ડર્સના જીવનસાથી (પતિ/પત્ની) કેનેડામાં નોકરી કરવા માટે માન્ય ગણાશે. હાલમાં કેનેડામાં કામદારોની અછત ચાલી રહી છે, ત્યારે IRCC અને કેનેડાની સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે કેનેડામાં હાલમાં કામ કરનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે કેનેડા તે લોકોના પરિવારના સભ્યો અને તેમના જીવનસાથીને વર્ક પરમિટ આપવાનું શરૂ કરશે, જે પહેલાથી જ કેનેડામાં રહે છે. તે સિવાય તેમની પાસે વેલિડ વર્ક પરમિટ છે. જો કે આ કેનેડા વર્ક પરમિટ માત્ર 2 વર્ષ માટે હશે, કારણ કે આ એક અસ્થાયી ઉપાય છે. કેનેડાનો ઉદ્દેશ્ય આ વિસ્તાર દ્વારા લોકોને વર્ક પરમિટ આપીને દેશમાં હાલમાં ચાલી રહેલી કામદારોની અછતને ઓછી કરવાનો છે. આ ઉપાય દ્વારા દેશમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી શકાય અને અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે.

2 લાખ લોકોને થશે ફાયદો

કેનેડા સરકારના આ મોટા નિર્ણયથી 2 લાખ કામદારોને ફાયદો થશે. જે વિદેશી નાગરિક છે પણ કેનેડામાં નોકરી કરે છે. હવે તેમના જીવનસાથી પણ કેનેડામાં નોકરી કરી શકશે. સરકારના આ નિર્ણયથી ઓછામાં ઓછા 1 લાખ નવા લોકોને નોકરી મળશે. પોલિસીમાં આ ફેરફારને 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં એવા લોકોને આ પોલિસીના દાયરામાં લાવવામાં આવશે, જે ટેમ્પરરી ફોરેન વર્કર્સ પ્રોગ્રામ હેઠળ મોટી સેલરીવાળી નોકરીઓ કરે છે. બીજા તબક્કામાં એવા વિદેશી લોકોને સામેલ કરવામાં આવશે, જે ઓછી સેલરીવાળી નોકરી કરે છે અને ત્રીજા તબક્કામાં એગ્રીકલ્ચરથી જોડાયેલા વર્કર્સને સામેલ કરવામાં આવશે.

લેટેસ્ટ ડેટા મુજબ ઓગસ્ટ મહિનામાં કેનેડામાં અલગ અલગ પ્રકારની નોકરી માટે લગભગ 9,58,500 વેકેન્સી હતી, કામદારની અછત દુર કરવા માટે કેનેડાની સરકારે પહેલા ઈમિગ્રેશન પ્લાન રજૂ કર્યો હતો. જેની હેઠળ સરકાર 2025 સુધી દર વર્ષે 5 લાખ વિદેશીઓને પોતાના દેશમાં આમંત્રિત કરવા ઈચ્છે છે. કેનેડામાં જાન્યુઆરીથી લઈ ઓક્ટોબર 2022 સુધી 6,45,000થી વધારે વર્ક પરમિટ ઈસ્યુ કરવામાં આવી છે. જો 2021 સાથે તેની તુલના કરીએ તો તેમાં 4 ગણો વધારો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">