Myanmarમાં ઘૂંટણ પર બેસીને નને વિનંતી કરી – એમને નહીં, મને મારો

|

Mar 10, 2021 | 12:38 PM

મ્યાનમારમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનમાં એક દિલ પીગળી જાય એવી ઘટના સામે આવી છે. અહિયાં એક નને સેના સામે બેસીને કહ્યું કે તેમને નહીં મને મારો.

Myanmarમાં ઘૂંટણ પર બેસીને નને વિનંતી કરી - એમને નહીં, મને મારો
તસ્વીર થઇ રહી છે વાયરલ

Follow us on

ઉત્તરી મ્યાનમાર સિટીમાં સિસ્ટર એન રોજે નું તવંગનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કોઈ પણ પ્રકારના ભય વગર ઘૂંટણ પર બેસી રહ્યા છે અને સૈન્ય તેમની સામે શસ્ત્રો લઈને ઉભું છે. તેમજ તેમની પાછળ વિરોધીઓની ભીડ છે. આ તસવીરમાં સિસ્ટર સશસ્ત્ર પોલીસ અધિકારીઓને કહે છે કે તેઓ બાળકો છે, તેમને છોડી દો, તેમના બદલે મારું જીવન લો.

સિસ્ટર એને રોજે એક કેથેલિક નન છે, અને તેઓ જાણે છે કે આ સુરક્ષા કર્મચારીઓની આગળ શું કરવું જોઈએ. રોજે હાથ ફેલાવીને બેસીને રસ્તાની વચ્ચે બેઠી છે. ગોળી ન મારવાની વિનંતી કરી રહી. મ્યાનમારમાં બળવો થયા બાદથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ઘણા પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. સોમવારે બે લોકોએ જીવ ગુમાવ્યા અને આવી પરિસ્થિતિમાં સિસ્ટર રોજેનો એક જ ઉદ્દેશ હતો, તેના જીવનની ચિંતા કર્યા વિના ઘણા લોકોનો જીવ બચાવવો. આકસ્મિક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લેવાયેલ આ ફોટો એક ઉદાહરણ તરીકે સામે આવ્યો છે.

‘મારશો નહીં, ધરપકડ કરો’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોમવારે જ્યારે અધિકારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો ત્યારે એન રોજે જીવની પરવા કર્યા વિના તેમની સામે આવી. તેમણે કહ્યું, જો તમારે આ કરવું છે, તો તમારે મારા પરથી પસાર થવું પડશે. સિસ્ટર રોજેએ એક ન્યૂઝને જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બપોરે 12 વાગ્યે કાર્યવાહી કરી હતી, તેથી મેં તેમને પ્રાર્થના કરી કે ગોળી ના મારે, તેઓની ધરપકડ કરે.

આશા છે કે તેઓએ ગોળી નહીં ચલાવી હોય

સિસ્ટર રોજે ઘૂંટણ પર બેસ્યા પછી પણ ટીયર ગેસ ચલાવવામાં આવ્યો અને તેની તબિયત લથડવાનું શરૂ થયું. ત્યારબાદ એક વ્યક્તિને ગોળી વાગી હતી. તેણે કહ્યું કે તે જોઈ શકી નહીં કે કોણે ફાયરિંગ કર્યું છે, પરંતુ આશા છે કે તેઓએ જે અધિકારીઓ સાથે વાત કરી હતી તેઓએ ફાયરિંગ નહીં કર્યું હોય.

Next Article