
ઈન્ટરનેશનલ અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા ભારતીય ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશ યાત્રી 18 દિવસની અંતરિક્ષ યાત્રા બાદ સકુશળ પરત ફર્યા છે. 23 કલાકની સફર બાદ ડ્રેગન સ્પેસક્રાફ્ટે કેલિફોર્નિયાના સમુદ્રમાં લેંડ કર્યુ. શુક્લા ડ્રેગન ‘ગ્રેસ’ અંતરિક્ષ યાનથી પરત ફ્યા છે. ચાર દાયકા બાદ માનવ અંતરિક્ષ ઉડાનમાં ભારતની વાપસી કરનારા એક્સિઓમ-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર શુભાંશુ રાકેશ શર્મા બાદ બીજા ભારતીય છે. ભારતીય ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા એ 41 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. અંતરિક્ષમાંથી આજે શુભાંશુની ઘરવાપસી થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશવાસીઓનો જોશ હાઈ છે. 14 જુલાઈ સાંજે 3 વાગ્યાને 45 મિનિટે શુભાંશુ શુક્લા સહિત 4 અંતરિક્ષ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવ્યા હતા. હાલ દેશ અને દુનિયાની નજરો આ ચાર અતંરિક્ષ યાત્રીઓ પર ટકેલી છે. તેમના સ્પેસક્રાફ્ટ સ્પેસ X ડ્રેગને સોમવારે સાંજે વાપસી માટ ઉડાન ભરી હતી. ડ્રેગન કેપ્સ્યુલ સોમવાર સાંજે 4.45 મિનિટે ISS થી એન્ડોક થઈ ધરતી માટે રવાના થયા. શુભાંશુ એક્સિઓમ-4 મિશન અંતર્ગત...
Published On - 7:17 pm, Tue, 15 July 25