ચીનના (China) સૌથી મોટા શહેરોમાંનું એક શાંઘાઈ (Shanghai) કોરોના વાઈરસ (Coronavirus) સામે લડી રહ્યું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે અહીં લોકડાઉન લાગુ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કારણે લાદવામાં આવેલા કડક લોકડાઉનને (Shanghai Lockdown) કારણે હવે શાંઘાઈમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ ખતમ થઈ રહી છે. શહેરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને રાશન લેવા માટે બહાર જવાની સખ્ત મનાઈ છે. ગુરુવારે શાંઘાઈમાં 20,000 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શાંઘાઈ શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચીનના કોવિડ નિયમો હેઠળ જો બાળક કોવિડ સંક્રમિત (Covid Case) હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી.
જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર હજુ પણ ફરિયાદો મળી રહી છે કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. બુધવારે શહેરમાં એક વિશાળ કોવિડ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વધતા સંક્રમણને આગળ વધતુ રોકી શકાય. પરંતુ હાલ કથળતી પરિસ્થિતિને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો બારીઓમાંથી ચીસો પાડીને સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
As seen on Weibo: Shanghai residents go to their balconies to sing & protest lack of supplies. A drone appears: “Please comply w covid restrictions. Control your soul’s desire for freedom. Do not open the window or sing.” https://t.co/0ZTc8fznaV pic.twitter.com/pAnEGOlBIh
— Alice Su (@aliceysu) April 6, 2022
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant)ની એક મહિના પહેલા શાંઘાઈમાં પુષ્ટિ થઈ હતી. આ પછી શહેરના ઘણા વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધતા સંક્રમણને રોકવા અધિકારીઓએ ગયા અઠવાડિયે લોકડાઉન લાદ્યું. આ અંતર્ગત શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ભાગ માટે અલગ-અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. સોમવારે 2.5 કરોડની વસ્તીવાળા સમગ્ર શહેરને આવરી લેવા માટે લોકડાઉન અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતુ. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું ‘અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં’