
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાન સંપૂર્ણપણે ડરી ગયું છે. આ દમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે. તેણે ભારતીય સેનાને પણ નિશાન બનાવ્યું હતું. જો કે આ વચ્ચે તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની ધોલાઇ પાકિસ્તાનીઓ જ કરી રહ્યા છે.
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર એક પછી એક અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. હવે તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તેના જ દેશના લોકોએ તેને ખૂબ માર માર્યો હતો.
ખરેખર જોવા જઇએ તો આ વીડિયો વર્ષ 2012નો છે. તે સમયે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો એરપોર્ટ પર એક ચાહક સાથે ઝઘડો થયો હતો. 23 માર્ચ 2012 ના રોજ, ઢાકાથી કરાચી પરત ફરતી વખતે, તેણે એરપોર્ટ પર એક ચાહકને થપ્પડ મારી દીધી, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ આફ્રિદીને ખૂબ માર માર્યો. તેને એક પછી એક ઘણી વાર થપ્પડ અને ધક્કા મારવામાં આવ્યા.
Tu mujhe kya chai pilayega bkl,tujhe to khud ke log chai nahi pilatepic.twitter.com/hoE1W9NFqT https://t.co/m2bSgiNC58
— Shikkar Dhawen (@76off43) April 29, 2025
આ ઘટના બાદ આફ્રિદીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે જે વ્યક્તિને તેણે થપ્પડ મારી હતી તેણે તેની પુત્રી અજવાને ધક્કો માર્યો હતો. આવી સ્થિતિમાં, તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો.
શાહિદ આફ્રિદીએ તાજેતરમાં ભારત પર એક મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદીઓ પહેલગામમાં એક કલાક સુધી લોકોને મારી રહ્યા હતા અને 8 લાખમાંથી એક પણ ભારતીય સૈનિક આવ્યો નહીં, પરંતુ જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો. ભારત પોતે આતંકવાદમાં સંડોવાય છે, પોતાના લોકોને મારી નાખે છે અને પછી પાકિસ્તાન પર દોષારોપણ કરે છે. કોઈ પણ દેશ કે ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી. અમે હંમેશા શાંતિનું સમર્થન કરીએ છીએ. ઈસ્લામ આપણને શાંતિ શીખવે છે અને પાકિસ્તાન ક્યારેય આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતું નથી. અમે હંમેશા ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે.