પાકિસ્તાનનું સુકાન સંભાળનાર શાહબાઝ શરીફને PM મોદીની શુભેચ્છા, શું ઉકેલાશે ભારત-પાકિસ્તાનના સમીકરણો ?

|

Apr 12, 2022 | 8:05 AM

શહેબાઝ શરીફને (Shehbaz Sharif) વિશ્વભરના દેશોના ટોચના નેતાઓ તરફથી શુભેચ્છા મળી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ પાડોશી દેશના નવા વઝીર-એ-આઝમને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાનનું સુકાન સંભાળનાર શાહબાઝ શરીફને PM મોદીની શુભેચ્છા, શું ઉકેલાશે ભારત-પાકિસ્તાનના સમીકરણો ?
PM Modi Congratulated to shehbaz sharif

Follow us on

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય મતભેદ(Pakistan Political Crisis)  બાદ આખરે શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)  દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN) ના પ્રમુખ શરીફે આજે PM તરીકે શપથ લીધા. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શરીફ દેશના નવા PM તરીકે ચૂંટાયા છે. શાહબાઝ શરીફને વિશ્વભરના દેશોના ટોચના નેતાઓ તરફથી શુભેચ્છા મળી રહી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ પાડોશી દેશના નવા વઝીર-એ-આઝમને અભિનંદન આપ્યા છે અને તેમના ‘કાશ્મીર રાગ’ પર જવાબ પણ આપ્યો છે.

કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, “મિયાં મોહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન(Pakistan new PM)  તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આ ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે દેશના વિકાસ સામેના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.તમને જણાવી દઈએ કે, આ પહેલા શાહબાઝ શરીફે કહ્યું હતુ કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પાકિસ્તાનની ડૂબતી નાવડીના નવા સુકાની

શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સાથે, 8 માર્ચે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવ્યો છે. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીની ગેરહાજરીમાં સેનેટ પ્રમુખ સાદિક સંજરાણીએ 70 વર્ષીય શાહબાઝને પદના શપથ લેવડાવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : India-USA : યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને યુક્રેનમાં ભારતીય મદદની પ્રશંસા કરી, પીએમ મોદીએ કહ્યું- વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ આવશે

Next Article