Pakistan : ‘ઈમરાન 2.0’ બનવાની તૈયારીમાં PM શાહબાઝ ! સાઉદી અરેબિયા પાસે ભીખનો કટોરો ફેલાવશે શરીફ

|

Apr 29, 2022 | 7:38 AM

સાઉદી અરેબિયા ઉપરાંત પાકિસ્તાને (Pakistan) ચીન પાસેથી પણ મોટી રકમનું દેવું લીધું છે. હવે શાહબાઝ શરીફ ફરી એકવાર લોન માટે અહીં-ત્યાં હવાતિયા મારી રહ્યા છે.

Pakistan : ઈમરાન 2.0 બનવાની તૈયારીમાં PM શાહબાઝ ! સાઉદી અરેબિયા પાસે ભીખનો કટોરો ફેલાવશે શરીફ
PM Shahbaz Sharif (File Photo)

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) સાડા ત્રણ વર્ષ સુધી સત્તા સંભાળનાર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ઓળખ એવા નેતા તરીકે થઈ હતી જે દરેક વિદેશ પ્રવાસ પર ‘ભીખનો કટોરો’ લઈને દુનિયાના દેશોમાંથી પૈસા પડાવતા હતા. જો કે હવે સમય બદલાઈ ગયો છે અને શાહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. પરંતુ હજુ પણ સ્થિતિ જેમની તેમ જ છે. એવુ લાગી રહ્યું છે કે, શાહબાઝને (Shehbaz Sharif) પણ ‘ઇમરાન 2.0’ બનવાની ઉતાવળ છે. કારણ કે શાહબાઝ શરીફ ગુરુવારે સાઉદી અરેબિયાના (Saudi Arabia) પ્રવાસે જશે. આ દરમિયાન તે સાઉદી અરેબિયા પાસેથી 3.2 બિલિયન ડોલરના નાણાકીય સહાયની માંગ કરશે.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ઘટાડાને રોકવા માટે શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની સામે ‘હાથ’ ફેલાવશે. અત્યાર સુધીમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 4.2 અબજ ડોલરની મદદ કરી છે. આ રીતે 3.2 અબજ ડોલરની રકમ આપ્યા પછી સાઉદી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી રકમ વધીને 7.4 અબજ ડોલર થઈ જશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તેણે એક વર્ષ માટે 3 બિલિયન ડોલર રોકડમાં તેલ આપવાની જાહેરાત કરી હતી અને વાર્ષિક 1.2 બિલિયન ડોલરની સમકક્ષ વિલંબિત ચુકવણી કરી. તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઉપરાંત પાકિસ્તાને ચીન (China) પાસેથી પણ મોટી રકમનું દેવું લીધું છે.

પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન(State Bank of pakistan)  પાસે રાખવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પાડોશી દેશની કેન્દ્રીય બેંક છે. છેલ્લા છ સપ્તાહ દરમિયાન પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન 5.5 અબજ ડોલરના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. હાલમાં તે 10.8 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં જો વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ઘટાડો થાય છે તો તેના કારણે પાકિસ્તાનમાં આર્થિક સંકટ(Financial Crisis)  આવી શકે છે. આ જ કારણ છે કે આ સંકટથી બચવા માટે શાહબાઝ શરીફ હવે સાઉદી અરેબિયા સામે હાથ ફેલાવવા તૈયાર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

 

આ પણ વાંચો: 78 એરક્રાફ્ટ, 12 હજાર લશ્કરી વાહનો, યુએસએ તાલિબાનના માટે 7 અબજ ડોલરના શસ્ત્રો છોડ્યા, પેન્ટાગોનના અહેવાલમાં થયો ખુલાસો

Next Article