
જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠેથી 80 કિમી દૂર, 50 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે ભૂકંપ આઓમોરી અને હોક્કાઇડોના દરિયાકાંઠે આવ્યો હતો, અને ત્રણ મીટર (10 ફૂટ) ઊંચા મોજા ઉત્તરપૂર્વીય કિનારે આવી શકે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ ચેતવણી જાહેર કરી છે કે ભૂકંપથી ઉત્પન્ન થયેલા ખતરનાક સુનામી મોજા જાપાન અને રશિયાના દરિયાકાંઠે અસર કરી શકે છે. આ ઉપરાંત, ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમી ત્રિજ્યામાં કોઈપણ વિસ્તારમાં વિનાશક મોજાઓનો ભય તોળાઈ રહેલો છે.
જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલ છે. આ એક એવો પ્રદેશ છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેના કારણે વારંવાર ભૂકંપ આવે છે.
A #tsunami as high as three metres (10 feet) could hit #Japan’s northeastern coast after an #earthquake with an estimated magnitude of 7.6 occurred offshore on Monday, the Japan Meteorological Agency (JMA) said. The tsunami warning was issued for the prefectures of Hokkaido,… pic.twitter.com/PVYf6AhZ16
— News9 (@News9Tweets) December 8, 2025
આ જ પ્રદેશમાં માર્ચ 2011 માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ, ભયાનક સુનામીનો અનુભવ થયો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે આવેલા ભૂકંપમાં કોઈ મોટું નુકસાન થયું હોવાના હજૂ સુધી અહેવાલ નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી રહ્યા છે.
ભૂકંપને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 8:58 pm, Mon, 8 December 25