Earthquakes: ભૂકંપની ‘સુનામી’થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !

|

Mar 22, 2022 | 9:18 AM

આ વિસ્તારમાં 48 કલાકમાં હજારથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,આવો છેલ્લો ભૂકંપ 1808માં આવ્યો હતો, જ્યારે ટાપુમાંથી જ્વાળામુખી ફાટ્યો હતો.

Earthquakes: ભૂકંપની સુનામીથી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !
Earthquake in portugal volcanic island (File Photo)

Follow us on

Earthquakes:  ભૂકંપ તેની હલચલથી લોકોને ડરાવે છે અને ઘણી વખત આ હલચલ મોટા પાયે જોવા મળે છે. સતત એક-બે ભૂકંપના આંચકાની(Earthquake Hits)  ગભરાટ ઘણા દિવસો સુધી રહે છે અને જો બે દિવસમાં એટલે કે 48 કલાકથી ઓછા સમયમાં એક હજારથી વધુ ભૂકંપના આંચકા આવે તો ત્યાંની સ્થિતિ શું હશે…?

જી હા પોર્ટુગલના (Portugal) મધ્ય-એટલાન્ટિક જ્વાળામુખી ટાપુઓના (atlantic volcanic islands) એક ટાપુ પર આવું જ કંઈક બન્યું જ્યાં 48 કલાકથી ઓછા સમયમાં લગભગ 1,100 જેટલા નાના ભૂકંપોએ આ વિસ્તારને હચમચાવી નાખ્યો.નિષ્ણાતોએ તેને “સિસ્મિક કટોકટી” તરીકે વર્ણવ્યું હોવાથી સત્તાવાળાઓ હાલ કટોકટી યોજના તૈયાર કરી રહ્યા છે.

આ વિસ્તારમાં લગભગ 8,400 લોકો વસે છે

અઝોર્સ દ્વીપસમૂહ માટે CIVISA ના ભૂકંપ-જ્વાળામુખી મોનિટરિંગ સેન્ટરના વડા રુઇ માર્ક્સે સોમવારે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે,  સાઓ જોર્જ આઇલેન્ડ પર 1.9 થી 3.3 સુધીના તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે મોટાભાગના ભૂંકપમાં અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.તમને જણાવી દઈએ કે,છેલ્લે 1808 માં મનદાસ ટાપુ પર જ્વાળામુખી ફાટવાની ઘટના નોંધાઈ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં લગભગ 8,400 લોકો વસે છે અને તે દ્વીપસમૂહના કેન્દ્રીય જૂથનો એક ભાગ છે, જેમાં ફેયલ અને પીકોના લોકપ્રિય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં જ્વાળામુખી પણ છે.તેને નિવારક પગલાં તરીકે વર્ણવતા વેલાસની નગરપાલિકાના મેયર લુઈસ સિલ્વીરાએ સોમવારે ભૂકંપને કારણે કટોકટીની યોજનાને સક્રિય કરવા માટે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

અધિકારીઓને એલર્ટ રહેલા સૂચના

ભૂકંપની ગતિમાં અચાનક વધારો એ ગયા વર્ષે સ્પેનના લા પાલ્મા ટાપુ પર કમ્બ્રે વિએજા જ્વાળામુખીના વિસ્ફોટ પહેલા થયેલા ભૂકંપની યાદ અપાવે છે, જે એઝોર્સના દક્ષિણપૂર્વમાં લગભગ 1,400 કિલોમીટર (870 માઇલ) સ્થિત છે. 85 દિવસમાં, તે વિસ્ફોટોમાં હજારો સંપત્તિ અને પાકનો નાશ થયો હતો.

રવિવારે એક નિવેદનમાં, પ્રાદેશિક નાગરિક સુરક્ષા સત્તાધિકારીએ જણાવ્યું હતું કે તેણે પહેલેથી જ સ્થાનિક મેયર અને ફાયર યુનિટનો સંપર્ક કર્યો હતો,આ સાથે તેમને એલર્ટ રહેવા અને જરૂર પડે ત્યારે સો જોર્જના લોકોને મદદ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો  : Russia Ukraine Crisis : યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું ‘અમને સ્વીકારો અથવા માનો કે તમે રશિયાથી ડરો છો’

Next Article