લો બોલો, પાકિસ્તાનમાં ગટરના ઉદઘાટનનો આ ફોટો થયો વાયરલ, જુઓ લોકોએ કેવી રીતે ઉડાવી મજાક

પાકિસ્તાનનો એક ફોટો તાજેતરમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનની એક પત્રકારે આને પોસ્ટ કર્યો હતો ત્યાર બાદ લોકોએ ફોટા પર ખુબ કોમેન્ટ કરી હતી.

  • tv9 webdesk37
  • Published On - 16:22 PM, 11 Apr 2021
લો બોલો, પાકિસ્તાનમાં ગટરના ઉદઘાટનનો આ ફોટો થયો વાયરલ, જુઓ લોકોએ કેવી રીતે ઉડાવી મજાક
પાકિસ્તાનનો વાયરલ ફોટો

પાકિસ્તાનમાં આ દિવસોમાં એક તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. જેમાં પંજાબ પ્રાંતના એક મંત્રી ગટરના મેનહોલની સામે ઉભા રહીને ઇસ્લામિક પ્રાર્થના કરતા એટલે કે નમાઝ અપાતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરમાં રહેલા લોકોમાં પંજાબ રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. યાસ્મિન રશીદના સલાહકાર છે. આ તસવીર પંજાબના ડેરા ગાઝી ખાનની જણાવી રહી છે. જો કે આ તસ્વીરની સચોટતાની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ નેટીજન આ ફોટાને લઈને ખુબ મજાક ઉડાવી રહ્યા છે. અને આ તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે .

નાયલા ઇનાયતે તસવીર શેર કરી છે આ તસ્વીર

આ ફોટો પાકિસ્તાની જાણીતી પત્રકાર નાયલા ઇનાયતે ટ્વીટ કર્યો છે. જે બાદ તે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. ઘણા લોકો આ ફોટાની સચોટતા પર સવાલ ઉભા કરી રહ્યા છે, જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો આ ફોટા પર મજાકનો આનંદ લઇ રહ્યા છે.

પ્રતાપસિંહ નામના વપરાશકર્તાએ લખ્યું કે મારા દાદાનો આ સ્થાન સાથે સંબંધ છે, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તે ભારત આવી ગયા.

કિશોર માલવીયા નામના યુઝરે લખ્યું કે “પાકિસ્તાનના ગટર પ્રધાન”

રિષભ નામના યુઝરે લખ્યું કે નિયાઝી અંદરથી બહાર આવવા જઇ રહ્યા છે.

Unlimitedbanter નામના વપરાશકર્તાએ લખ્યું કે તે ફક્ત સલાહકાર છે, કેબિનેટ પ્રધાન નથી. જો કોઈ મંત્રી હોત, તો ત્યાં લાલ રિબન હોત.

સોમેશ નામના યુઝરે લખ્યું કે પાકિસ્તાન અપેક્ષા કરતા વધારે પ્રગતિ કરી રહ્યું છે.

 

આ પહેલી વાર નથી કે પાકિસ્તાનના લોકો કે મંત્રીઓએ આવી હાસ્યસ્પદ ઘટના કરી હોય. પાકિસ્તાનના અનેક વાર આવા ફોટા અને વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. જેને લઈને નેટીજન ખુબ આનંદ માણતા રહેતા હોય છે. જોકે મળેલી માહિતી અનુસાર નુસરતે આ ફોલો બાદમાં પોસ્ટથી હટાવી દીધો હતો. તેમ છતાં નેટ પર આ ફોટાને લઈને ટ્રોલ બંદ થયા નથી.

 

આ પણ વાંચો: WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીંતર જવું પડશે જેલમાં

આ પણ વાંચો: વિદેશી વાયરસના આ સમયમાં તંદુરસ્ત રહેવા માટે અપનાવો આ દેશી આહાર