Umrah pilgrimage: ઉમરાહ યાત્રા કરતા પહેલા કરવું પડશે આ કામ તો જ મળશે દેશમાં પ્રવેશવાની મંજૂરી, વાંચો કેટલા લોકોને મળશે પ્રવેશ

|

Aug 09, 2021 | 9:28 AM

સાઉદી અરેબિયાએ (Saudi Arabia) જે મુસાફરોએ કિંગ્ડમ દ્વારા માન્ય રસી લીધી છે તેઓને ઉમરાહ યાત્રા (Umrah pilgrimage) માટે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે.

Umrah pilgrimage: ઉમરાહ યાત્રા કરતા પહેલા કરવું પડશે આ કામ તો જ મળશે દેશમાં પ્રવેશવાની મંજૂરી, વાંચો કેટલા લોકોને  મળશે પ્રવેશ
Mecca

Follow us on

Umrah pilgrimage: સાઉદી અરેબિયા (Saudi Arabia) સોમવારથી પવિત્ર શહેર મક્કામાં (Mecca) ઉમરાહ યાત્રા (Umrah pilgrimage) માટે ફૂલી વેક્સીનેટેડ વિદેશી યાત્રાળુઓને રાજ્યની મુલાકાત લેવાની મંજૂરી આપશે. અધિકારીઓ સોમવારથી મુસાફરીની વિનંતીઓ સ્વીકારશે. કોરોના મહામારીને કારણે કિંગડમે 18 મહિના પહેલા તેની સરહદો બંધ કરી દીધી હતી. ફૂલી વેક્સીનેટેડ નાગરિકોને 1 ઓગસ્ટથી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.

ગત મહિને માત્ર 60,000 વેક્સીનેટેડ નાગરિકોને હજમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. હજ એ મક્કાની યાત્રા છે. મુસ્લિમોએ તેના જીવન દરમિયાન આ યાત્રા એક વાર કરવી જોઈએ.ઉમરાહ યાત્રા વર્ષના કોઈપણ સમયે થઈ શકે છે અને વિશ્વભરમાંથી લાખો લોકો આ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચે છે. યાત્રાળુઓ પવિત્ર શહેર મદીનાની પણ મુલાકાત લઈ શકે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં સાઉદી અરેબિયા દર મહિને માત્ર 60,000 યાત્રાળુઓને ઉમરાહ કરવાની પરવાનગી આપશે.

આ પછી તેને દર મહિને 20 લાખ ભક્તો સુધી વધારી દેવામાં આવશે. પરંતુ મુસાફરોએ સાઉદી અરેબિયા દ્વારા માન્ય રસી મેળવવી પડશે. કિંગડમે ફાઈઝર/બાયોએન્ટેક, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના અને જોન્સન એન્ડ જોહ્ન્સન રસીઓને મંજૂરી આપી છે.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

8,300 થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા
નાયબ હજ મંત્રી અબ્દુલફત્તાહ બિન સુલેમાન મશાતએ કહ્યું હતું કે, જરૂર પડ્યે વિદેશી પ્રવાસીઓને પણ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડી શકે છે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 5,32,000 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. કોવિડથી અત્યાર સુધીમાં 8,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તે કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા આરોગ્ય કર્મચારીઓના પરિવારોને વળતર આપશે. ગયા વર્ષે જ તેણે કહ્યું હતું કે પીડિતોના પરિવારોને પાંચ લાખ રિયાલ આપવામાં આવશે. રિયાધ તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે તેના પર્યટન ઉદ્યોગના નિર્માણ માટે અબજો ડોલર ખર્ચ્યા છે.

રાજ્યમાં 97.5 લાખ સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું
સાઉદી અરેબિયાની સરકારે તેના રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે, જેથી પ્રવાસન સહિત કોરોનાથી પ્રભાવિત અન્ય ક્ષેત્રોને પુનર્જીવિત કરી શકાય. સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશતા દરેક વ્યક્તિ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન સ્થળો અને જાહેર પરિવહનનો પણ સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયામાં, લગભગ 2.9 કરોડ લોકોને રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી છે. તે જ સમયે, ફૂલી વેક્સીનેટેડ કરનારા લોકોની સંખ્યા 97.5 લાખ છે.

આ પણ વાંચો : Mumbai Local Train: CM ઉદ્ધવ ઠાકરેની મહત્વની જાહેરાત, મુંબઈમાં લોકલ ટ્રેન 15 ઓગસ્ટથી થશે શરૂ


આ પણ વાંચો : IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ

Next Article