યૂક્રેન (Ukraine)ની વિરૂદ્ધ યુદ્ધની વચ્ચે રશિયા (Russia) પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેની પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે રશિયાએ પાછળ હટવાની જગ્યાએ દુનિયાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે. રશિયાએ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ (Third world War)ની ધમકી આપતા પરમાણુ યુદ્ધ કરવાની વાત કહી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવે (Sergey Lavrov) ચેતવણી આપી છે કે જો પરમાણુ હથિયારો (Nuclear War)ના ઉપયોગથી ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે વિનાશકારી હશે. રશિયાએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને ખબર છે કે પ્રતિબંધોનું શું પરિણામ હશે.
કતારની ન્યૂઝ ચેનલ અલ જઝીરા સાથે યુક્રેન વિશે વાત કરતા રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે, મોસ્કો કિવ સાથે બીજા રાઉન્ડની વાતચીતની તૈયારી કરી રહ્યું છે. પરંતુ યુક્રેનિયન પક્ષ વોશિંગ્ટનના ઈશારે પોતાના પગ પાછળ ખેંચી રહ્યું છે. લવરોવે કહ્યું ‘અમે વાતચીતના બીજા રાઉન્ડ માટે તૈયાર છીએ, પરંતુ યુક્રેનિયન પક્ષ અમેરિકાના આદેશ પર ટાળી રહ્યું છે.’ તેમનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયન પ્રતિનિધિમંડળ યુક્રેનિયન વાટાઘાટકારોની રાહ જોશે. પેસ્કોવે પહેલા પુષ્ટિ કરી હતી કે રાષ્ટ્રપતિના સહાયક વ્લાદિમીર મેડિન્સકી, યુક્રેન સાથે રશિયાની વાટાઘાટોમાં મુખ્ય રશિયન વાટાઘાટકાર છે.
બે લોકોના નિવેદન પહેલા રશિયા અને યુક્રેનના અધિકારીઓએ સોમવારે બેલારુસના ગોમેલ શહેરમાં પ્રથમ રાઉન્ડની વાતચીત કરી હતી. આ સંવાદનો ધ્યેય યુક્રેન સંકટને ટાળવા અને શાંતિના માર્ગ પર પાછા ફરવાનો હતો. વ્લાદિમીર મેડિન્સકીએ પત્રકારોને જણાવ્યું હતું કે વાટાઘાટો દરમિયાન યુક્રેનિયન પક્ષ કેટલાક સામાન્ય મુદ્દાઓ પર સંમત થવામાં વ્યવસ્થાપિત છે, જેને લઈ અમારું માનવું છે કે સામાન્ય સ્થિતિ તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે બંને પક્ષો આ સપ્તાહના અંતમાં બેલારુસમાં યોજાનારી વાતચીતના બીજા રાઉન્ડ પર સંમત થયા છે. બંને પક્ષો વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ઘણું નુકસાન થયું છે.
રશિયાએ (Russia) યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર હુમલા વધારી દીધા છે. રશિયાએ પૂર્વ યુક્રેનના (Ukraine) આ શહેર ઉપર કબજો કરવા માટે વિમાનમાંથી સૈનિકોને ઉતાર્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ યુક્રેનિયન સૈન્યને ટાંકીને જણાવ્યું હતું કે ખાર્કિવમાં (Kharkiv) રશિયા અને યુક્રેનના સૈન્યદળ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. યુક્રેનિયન સૈન્યએ કહ્યું છે કે રશિયન દળોએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે અને રશિયાન આક્રમણકારો અને યુક્રેનિયનો વચ્ચે ભારે લડાઈ ચાલુ છે. જોકે હજુ પણ યુક્રેનના સૈન્યની વળતી લડાઈ અને નાગરિકોના વિરોધને કારણે ખાર્કિવમાં રશિયા કબજો મેળવી શક્યુ નથી.
આ પણ વાંચો: દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી, પીએમ મોદી દ્વારા હુંકાર કરતા સંસ્થા કામે લાગી કામે
આ પણ વાંચો: Russia Ukraine War : ‘છ દિવસના યુદ્ધમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા’,યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો