Russia Ukraine War : હવે યુક્રેન પર થશે કેમિકલ હુમલો ! ખતરનાક કાવતરું ઘડી રહ્યું છે રશિયા

|

Apr 19, 2022 | 1:42 PM

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine Crisis) વચ્ચે એવી આશંકા છે કે રશિયા આ દેશ પર ગમે ત્યારે કેમિકલ હુમલો કરશે, જે ખૂબ જ ભયાનક હશે. તેનાથી બચવા માટે જાપાન યુક્રેનને મદદ કરી રહ્યું છે.

Russia Ukraine War : હવે યુક્રેન પર થશે કેમિકલ હુમલો ! ખતરનાક કાવતરું ઘડી રહ્યું છે રશિયા
Russia Ukraine War

Follow us on

જાપાનના (Japan)  સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે તે યુક્રેનને કેમિકલ હુમલાઓથી (Chemical Attack)  બચવા માટે બનાવેલા માસ્ક અને સુટ્સ આપશે. યુક્રેને વિનંતી કર્યા બાદ તેમણે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, જાપાન યુદ્ધ (Russia Ukraine War)થી બચવા માટે આપવામાં આવતી સૈન્ય મદદ સાથે આ તમામ સામગ્રી યુક્રેન મોકલશે. આ સાથે યુક્રેનને ડ્રોન પણ આપવામાં આવશે, જેથી તે રશિયાના કેમિકલ હુમલાનો સામનો કરી શકે. ગયા અઠવાડિયે એવા અહેવાલો આવ્યા હતા કે રશિયાએ રાસાયણિક શસ્ત્રો વડે મારિયુપોલ શહેર પર હુમલો કર્યો છે. જે બાદ હવે જાપાને ડિફેન્સિવ ઇક્વિપમેન્ટ (Defensive Equipment) મોકલવાનો નિર્ણય કર્યો છે.

યુક્રેનની સરકારને શક્ય તેટલો સહયોગ આપીશું :જાપાન

જો રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરશે, તો યુદ્ધ વધવાની શક્યતા છે. જાપાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે કિરણોત્સર્ગી, જૈવિક અથવા રાસાયણિક પદાર્થોના સીધા સંપર્કમાં અથવા દૂષિતતાને ટાળવા માટે NBC સૂટ અને NBC માસ્ક આપવાનો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનની વિનંતી પર આ સામગ્રીની સાથે ડ્રોન પણ આપવામાં આવશે. રક્ષા મંત્રી નાબુઓ કિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે યુક્રેનની સરકારને (Ukraine Government) શક્ય તેટલો સહયોગ આપીશું.’

રશિયા સામે વધુ કડક પ્રતિબંધો લાદવાની માંગ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયા તેમના દેશ વિરુદ્ધ કેમિકલ વેપન્સનો ઉપયોગ કરી શકે છે. સાથે જ તેમણે પશ્ચિમી દેશોને રશિયા સામે વધુ કડક પ્રતિબંધો(Prohibition)  લાદવાની માંગ કરી હતી. અમેરિકાનું પણ કહેવું છે કે રશિયા યુક્રેન પર કેમિકલ હુમલા કરી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ અંગે નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે ગઠબંધન તેના રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ સંરક્ષણ ઉપકરણોને સક્રિય કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે રશિયા તરફથી આવા હથિયારોની તૈનાતી યુદ્ધને બદલી નાખશે. જોકે નિષ્ણાતો ભાગ્યે જ માને છે કે રશિયા આવું કોઈ પગલું ભરશે. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે રશિયા આવું નહીં કરે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Flood In South Africa: વરસાદ બાદ પુરથી ભારે તબાહી, 400થી વધુ લોકોના મોત, 40,000થી વધુ લોકો બેઘર બન્યા

Published On - 12:41 pm, Tue, 19 April 22

Next Article