Russia-Ukraine War: ‘મોરીયુપોલમાં થયેલી રશિયન એરસ્ટ્રાઈકમાં 300 લોકો માર્યા ગયા’, યુક્રેનના અધિકારીઓનો મોટો દાવો

|

Mar 26, 2022 | 7:19 AM

હવાઈ ​​હુમલા બાદ તરત જ યુક્રેનિયન સંસદના માનવ અધિકાર કમિશનર લ્યુડમિલા ડેનિસોવાએ જણાવ્યુ હતુ કે 1,300 થી વધુ લોકો બિલ્ડિંગમાં આશ્રય લઈ રહ્યા છે.

Russia-Ukraine War: મોરીયુપોલમાં થયેલી રશિયન એરસ્ટ્રાઈકમાં 300 લોકો માર્યા ગયા, યુક્રેનના અધિકારીઓનો મોટો દાવો
Russia Attack in mariupol (File Photo)

Follow us on

Russia-Ukraine War: યુક્રેનના (Ukraine) અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતુ કે, મોરીયુપોલ શહેરમાં એક થિયેટરમાં રશિયન હવાઈ હુમલામાં(Russian Air strike)  લગભગ 300 લોકો માર્યા ગયા હતા. રશિયાના હુમલાથી બચવા લોકોએ આ થિયેટરમાં (Theatre) આશરો લીધો હતો. સ્થાનિક પ્રશાશનના જણાવ્યા અનુસાર 16 માર્ચે થિયેટરમાં થયેલા હુમલામાં મૃત્યુઆંક 300 આસપાસ હતો. જો કે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું,બાદમાં કામદારોએ સ્થળનું સંપૂર્ણ સર્વેક્ષણ હાથ ધર્યું હતું. હવાઈ ​​હુમલા પછી તરત જ, યુક્રેનિયન સંસદના માનવ અધિકાર કમિશનર(Human Rights Commissioner) લ્યુડમિલા ડેનિસોવાએ જણાવ્યું હતું કે 1,300 થી વધુ લોકો બિલ્ડિંગમાં આશ્રય લઈ રહ્યા છે.

કિવ ક્ષેત્રમાં આવેલ યુક્રેનિયન ફ્યુઅલ બેઝનો નાશ

ખાર્કિવની બહાર શુક્રવારે ધુમ્મસ છવાયું હતું અને સવારથી જ સતત ગોળીબાર થઈ રહ્યો હતો. ઘણા ઘાયલ સૈનિકોને શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymy Zelenskyy) તેમના દેશને તેના લશ્કરી સંરક્ષણને જાળવી રાખવા વિનંતી કરી છે.બીજી તરફ રશિયાની સેનાએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે કિવ ક્ષેત્રમાં યુક્રેનિયન ફ્યુઅલ બેઝનો નાશ કર્યો છે.

દેશભરમાં 230 શાળાઓ નાશ પામી

વ્લાદિમીર ઝેલેન્સકીએ ગુરુવારે તેના વીડિયો સંબોધનમાં કહ્યું હતું કે, અમારા સંરક્ષણના દરેક દિવસ સાથે, અમે શાંતિની નજીક જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ જરૂર છે. આપણે એક મિનિટ માટે પણ રોકાઈ શકતા નથી, કારણ કે દરેક મિનિટ આપણું ભવિષ્ય નક્કી કરે છે કે આપણે જીવીશું કે નહીં….! તેમણે કહ્યું કે યુદ્ધના પહેલા મહિનામાં 128 બાળકો સહિત હજારો લોકો મૃત્યુ પામ્યા.ઉપરાંત દેશભરમાં 230 શાળાઓને નષ્ટ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે શહેરો અને ગામડાઓ ‘રાખના ઢગલા’માં ફેરવાઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું વચન

ગુરુવારે બ્રસેલ્સમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના ઈમરજન્સી સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પશ્ચિમી સહયોગીઓને વિમાનો, ટેન્ક, રોકેટ, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને અન્ય શસ્ત્રો માટે વિનંતી કરતા કહ્યું કે, આપણો દેશ સામાન્ય દેશ છે,તેથી મૂલ્યોનું રક્ષણ કરવું જરૂરી છે.આ દરમિયાન, યુએસ પ્રમુખ જો બાઈડન અને તેમના પશ્ચિમી સાથીઓએ રશિયાના હુમલાના જવાબમાં તેના પર નવા પ્રતિબંધો લાદવાનું અને યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો : રશિયા પર ઊર્જા નિર્ભરતા ઘટાડવા માટે સાથે આવ્યા યુએસ અને યુરોપિયન દેશો, ભાગીદારીની થઈ જાહેરાત

આ પણ વાંચો : Border Dispute: સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય હોવા જરૂરી, ચીનના વિદેશ પ્રધાન વાંગ સાથેની વાતચીતમાં ભારતે રજૂઆત કરી

Next Article