Russia Ukraine war: રશિયા- યુક્રેન યુદ્ધની અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. દરરોજ રશિયા દ્વારા યુક્રેન પર અનેક હુમલા કરાઇ રહ્યા છે. આ યુદ્ધથી જગતની મહાસતાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી છે. ગઇકાલે રાત્રે રશિયા દ્વારા યુક્રેન પર મિસાઇલ વડે અનેક રહેણાંક વિસ્તારો અને ઘરો પર હુમલો કરાયો છે, જેમાં એક દુર્ઘટનાગ્રસ્ત મકાનની સફાઇ કરતી વખતે આ મહિલા આંસુભરી આંખે રાષ્ટ્રગીત ગાઈ રહી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો છે.
રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધે આખા વિશ્વને અત્યારે હચમચાવી નાખ્યું છે. અનેક લોકો અત્યારે ઘરબાર વિહોણા થઈ ચૂક્યા છે. ત્યારે યુક્રેનની રાજધાની કીવ અત્યારે સોશિયલ મીડીયા પર આ કચરો વાળતી મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
A woman in Kiev sings Ukraine’s national anthem from her bombed apartment as she cleans the leftover shards of glass. pic.twitter.com/HMWCB43nfg
— NEWS ONE (@NEWSONE46467498) February 26, 2022
તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે, આ મહિલા રશિયા દ્વારા કરાયેલા મિસાઇલ એટેક પછી પોતાના ઘરમાંથી કાચના તૂટેલા ટુકડા સાફ કરી રહી છે. સાથે તેણી આંસુભરી આંખે યુક્રેનનું રાષ્ટ્રગીત પણ ગાઈ રહી છે. આ વિડીયો જોયા બાદ લોકો પણ ખૂબ ઈમોશનલ થઈ ગયા છે.
અત્રે બીજો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, bbc યુક્રેનિયન જર્નાલિસ્ટ Olga Malchevska યુક્રેનની રાજધાની કીવથી યુદ્ધના દ્રશ્યોનું લાઈવ પ્રસારણ કરતી વખતે રડી રહી છે. રશિયન આર્મી દ્વારા કરાયેલા મિસાઇલ એટેકથી આ વિડિયોમાં જોવા મળતું બિલ્ડિંગ ધરાશાયી થઇ રહ્યું છે. આ વિડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
One of Kyiv’s outskirts waiting for invaders. All of a sudden, someone plays Ukrainian anthem on a trumpet. And from everywhere: “Glory to Ukraine!”#StandWithUkriane pic.twitter.com/QHlC3YBllt
— olexander scherba🇺🇦 (@olex_scherba) February 26, 2022
આ વિડિયોમાં પત્રકાર Olga Malchevska તેના સાથી પત્રકાર સાથે વાત કરતી વખતે જણાવે છે કે, ”મારી માતા છેલ્લા ઘણા સમયથી યુદ્ધ છાવણી અને બંકરમાં છુપાઈને, ડરી ડરીને જીવી રહી છે. ગઇકાલે તે છાવણીમાં બૉંબમારો થયો હતો, જોકે સદનસીબે મારી માતા ત્યાં હાજર ન હતી. પ્રાયવાસીના કારણોસર અમે તે ફૂટેજ રિવિલ નહીં કરી શકીએ.”
One of Kyiv’s outskirts waiting for invaders. All of a sudden, someone plays Ukrainian anthem on a trumpet. And from everywhere: “Glory to Ukraine!”#StandWithUkriane pic.twitter.com/QHlC3YBllt
— olexander scherba🇺🇦 (@olex_scherba) February 26, 2022
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીને ગઇકાલે રશિયન આર્મીને યુક્રેન બોર્ડર ખાતે હાઇ એલર્ટ કર્યા છે, જેનાથી વિષમ ઔર ખૌફનો માહોલ ફેલાયો છે. આ દરમિયાન યુક્રેન પણ રશિયા સાથે વાતચીત કરવા તૈયાર થયું હોવા છતાં પણ રશિયા આ યુદ્ધ બંધ કરવાનું નામ લઈ રહ્યું નથી.
આ પણ વાંચો – પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે