Russia Ukraine War : યુક્રેનમાંથી (Ukraine) ચોંકાવનારી તસવીરો સામે આવી છે, જેમાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવતા જોઈ શકાય છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine Crisis)17 માર્ચનો દિવસ સૌથી લોહિયાળ દિવસ રહ્યો છે, કારણ કે એક શહેરમાં ત્રણ બાળકો સહિત 53 લોકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો(Russian Army) શહેરોનો નાશ કરી રહ્યા છે અને નાગરિકોને નિર્દયતાથી મારી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (President Vladimir Putin) સેનાને યુક્રેન તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.છતાં રશિયન સૈનિકોએ તેમના હુમલાઓ ચાલુ રાખે છે. બુધવારે ઉત્તરી શહેર ચેર્નિહિવમાં રશિયન બોમ્બ વિસ્ફોટમાં 53 લોકો માર્યા ગયા હતા.
ગવર્નર વિચેસ્લાવ ચૌસે કહ્યું, “અમને ભારે નુકસાન થઈ રહ્યું છે,ગુરૂવારે થયેલા રશિયન હુમલામાં 53 નાગરિકો માર્યા ગયા હતા.” યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, બચાવ કર્મચારીઓએ તોપમારોથી નાશ પામેલી ઈમારતોની શોધખોળ કરી હતી અને જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કાટમાળમાંથી મળી આવ્યા હતા. મૃતદેહોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે એક વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનમાં લોકો ટ્રકમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે.
રાજધાની કિવની બહાર સ્થિત બુચા શહેરમાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે રશિયન સૈનિકોએ મારીયુપોલમાં એક થિયેટરને ઉડાવી દીધું હતું. અહીં લોકોએ બોમ્બ ધડાકાથી બચવા માટે આ સ્થળે આશ્રય લીધો હતો.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે તેઓ ત્યાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ દરમિયાન, એક અધિકારીએ જણાવ્યું હતું કે થિયેટરમાં હુમલામાં કેટલાક લોકો ભાગવામાં સફળ થયા હતા.જ્યારે કેટલાર લોકોએ જીવ ગુમાવવનો વારો આવ્યો છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે બુધવારે થિયેટરમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયન સૈનિકો દ્વારા ઘેરાયેલા આ શહેરમાં માર્યુપોલ શહેરમાં કરતાં વધુ નુકસાન થયું નથી.
આ પણ વાંચો : Russia Ukraine War: ખાર્કીવ બાદ મારિયૂપોલ પર રશિયન હુમલા ચાલુ, પૂર્વ યુક્રેનમાં 21 લોકોના મોત