બ્રિટનના(Britain) વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson)યુક્રેન પહોંચ્યા છે. આ દરમિયાન તે યુક્રેનના (Ukraine)રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે રાજધાની કિવની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. યુક્રેનની સરકારે બે મિનિટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંને નેતાઓ કિવના ખાલી પડેલા સિટી સેન્ટરમાં જોવા મળી શકે છે. આ દરમિયાન, સ્નાઈપર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેમની સુરક્ષા માટે રોકાયેલા છે. જોન્સન અને ઝેલેન્સકીએ શહેરના કેન્દ્રમાંથી પસાર થતા કેટલાક રાહદારીઓનું અભિવાદન સ્વીકાર્યું હતુ. બંને નેતાઓ મુખ્ય ક્રેશચટિક રોડ પર હતા, જે મેડન ચોક તરફ જાય છે.
યુક્રેનની રાજધાનીમાં બ્રિટિશ PMને જોઈને શહેરના મધ્યમાંથી પસાર થતો એક રાહદારી ભાવુક થઈ ગયો. તેણે PM જોન્સનને કહ્યું, ‘અમને તમારી જરૂર છે.’ આ સાંભળીને જોન્સને જવાબ આપ્યો, ‘તમને મળીને આનંદ થયો. અમે તમને મદદ કરવા માટે ખુશ છીએ. વધુમાં તેણે કહ્યું કે,તમારી પાસે વધુ સારા પ્રમુખ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા સહિત ઘણા દેશોએ રશિયાના હુમલાની નિંદા કરી છે. રશિયા પર દબાણ લાવવા માટે તેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. બ્રિટને પણ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે.
because they bloody can pic.twitter.com/FaTUt0lvP6
— Ukraine / Україна (@Ukraine) April 9, 2022
બ્રિટિશ પીએમ જોન્સને યુક્રેનને 120 બખ્તરબંધ વાહનો અને નવી એન્ટિ-શિપ મિસાઈલ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે. આ સાથે અન્ય 100 મિલિયન પાઉન્ડની સહાય પણ કરી છે, જે યુક્રેનની સેનાને આપવામાં આવી રહી છે. તેમણે વિશ્વ બેંક દ્વારા આપવામાં આવનાર $500 મિલિયનની સહાયની પણ પુષ્ટિ કરી. આ રીતે બ્રિટન યુક્રેનને એક અબજ ડોલરથી વધુ આપશે. યુક્રેન સામે યુદ્ધ શરૂ થયું ત્યારથી લાખો યુક્રેનિયનોએ દેશ છોડવો પડ્યો છે. આ લોકોએ પાડોશી દેશોમાં આશરો લીધો છે. મોટાભાગના લોકોએ પોલેન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં જઈને જીવ બચાવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે નાગરિકો રસ્તા પર ઉતર્યા, ગોટાબાયાના સમર્થકોમાં ભારે નારાજગી