સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ

|

Feb 28, 2022 | 10:05 PM

UNGAની તાકીદની બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ
UN Secretary-General António Guterres

Follow us on

Russia-Ukraine War: યુક્રેન (Ukraine) પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (United Nations General Assembly) વિશેષ સત્રની શરૂઆત એક મિનિટના મૌન સાથે થઈ હતી. યુક્રેન-રશિયા કટોકટી પર, યુએનજીએ તેના 11મા તાકીદની યોજાયેલી બેઠકમાં કહ્યું કે અમે તમામ પક્ષો દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરીએ છીએ. શાંતિ રાખો અને વાતચીત શરૂ કરો. એમ પણ કહ્યું કે કૂટનીતિ અને સંવાદ જાળવવો જોઈએ. આ દરમિયાન યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (António Guterres) કહ્યું કે માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે, તે કોઈ ઉકેલ નથી. એકમાત્ર ઉકેલ શાંતિ દ્વારા છે. મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર તેમની મદદ કરવાનું ચાલુ રાખશે. યુક્રેનમાં યુદ્ધ કોઈપણ કિંમતે બંધ થવું જોઈએ.

ગુટેરેસે વધુમાં કહ્યું કે વધતી હિંસાના પરિણામે નાગરિકો મરી રહ્યા છે. હવે બહુ થયુ, સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે. નાગરિકોનું રક્ષણ કરવું જોઈએ. રશિયન પરમાણુ દળોને હાઈ એલર્ટ પર મૂકવું એ ‘ચિંતાજનક ઘટનાક્રમ’ છે. અણુ સંઘર્ષનો માત્ર વિચાર અકલ્પનીય છે. તેમણે એમ પણ કહ્યું કે અમે ગંભીર પ્રાદેશિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જેની સંભવિત વિનાશક અસરો આપણા બધા પર પડશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ હુમલો રોકો – યુક્રેન પ્રતિનિધિ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની તાકીદની બેઠકમાં, યુક્રેનિયન પ્રતિનિધિએ કહ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. યુક્રેન સામેના આ હુમલાને રોકવામાં આવે. અમે રશિયાને બિનશરતી તેના દળોને પાછા ખેંચવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરીએ છીએ.

રશિયન પ્રતિનિધિએ કહ્યું કે નાટોમાં જોડાવા માટે યુક્રેન અને જ્યોર્જિયા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમની (અમેરિકાની) નીતિ રશિયા વિરોધી યુક્રેન બનાવવાની છે અને યુક્રેન નાટોમાં જોડાય તેવી યોજના હતી. યુક્રેનનું નાટોમાં જોડાવું એ ભયજનક છે, જે અમને બદલો લેવા માટે દબાણ કરે છે અને અમને આ સંઘર્ષની ઘડી પર મૂકી દીધા છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને યુદ્ધ માટે મુક્ત કરવામાં આવશે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન, અત્યાર સુધીમાં 29 એરક્રાફ્ટ અને 191 ટેન્ક નષ્ટ

Next Article