Russia Ukraine War: યુરોપમાં રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચેના યુદ્ધમાં મોટાપાયે વિનાશ થયો છે. યુક્રેન સાથે રશિયાને પણ આ યુદ્ધમાં ઘણુ નુકસાન થયું છે. ઈન્ટરફેક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન હેન્ના મલિયરે (Hanna Maliar) ફેસબુક પર જણાવ્યું હતું કે,”રશિયન સેનાએ (Russian Army) યુક્રેનમાં 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસની લડાઈમાં 29 એરક્રાફ્ટ ગુમાવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 816 બખ્તરબંધ લડાયક વાહનો, 291 વાહનો અને યુક્રેનના બે જહાજોને ઠાર કરવામાં આવ્યા છે.
શસ્ત્રો વિશે વાત કરતા રશિયાના નાયબ રક્ષા મંત્રીએ કહ્યું કે સેનાએ 74 બંદૂકો, એક બક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને 21 ગ્રેડ મલ્ટીપલ રોકેટ લોન્ચર ગુમાવ્યા છે. સાથે જ તેમણે દુશ્મનોના 5,300 લોકો માર્યા હોવાનો દાવો કર્યો છે. હેન્ના મેલિયરે કહ્યુ,”આ માહિતી સૂચક છે અને અપડેટ થઈ શકે છે, કારણ કે યુદ્ધને કારણે આવી માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે.” હાલમાં કમાન્ડરો મુખ્યત્વે લડાઈ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ પહેલા રવિવારે રશિયાએ સ્વીકાર્યું હતું કે આ યુદ્ધમાં તેના સૈનિકો પણ માર્યા ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે રવિવારે જણાવ્યું હતું કે, અમારા કેટલાક સૈનિકોએ જીવ ગુમાવ્યો છે અને કેટલાક ઘાયલ પણ થયા છે.જો તેમણે મૃતકોની સંખ્યા જાહેર કરી નહોતી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે, રશિયાને યુક્રેનિયન સૈનિકોની તુલનામાં ઘણું ઓછું નુકસાન થયું છે. રશિયાના સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે યુકેમાં 1,067 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં 17 કમાન્ડ પોસ્ટ્સ અને સંપર્ક કેન્દ્રો, 38 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અને 56 રડાર સિસ્ટમનો સમાવેશ થાય છે.
બીજી તરફ યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત યુક્રેનના 352 નાગરિકોના મોત થયા છે. જ્યારે આ યુદ્ધમાં 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા હતા. પરંતુ યુક્રેનિયન સશસ્ત્ર દળોના કેટલા લોકોની જાનહાનિ થઈ તે તેમણે જણાવ્યું ન હતું.
આ પણ વાંચો : ભારત સ્થિત યુક્રેનના રાજદૂતની યુદ્ધ અટકાવવા રશિયાને અપીલ, કહ્યું- યુદ્ધ નહી અટકે તો 70 લાખ શરણાર્થીઓ હશે