Russia Ukraine War: પશ્ચિમી દેશોના પ્રતિબંધો સામે પુતિનનો પલટવાર, ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી હેઠળના નિયમો કર્યા હળવા

|

Mar 13, 2022 | 8:36 AM

યુક્રેન પર રશિયાના (Russia Ukraine War) હુમલાને કારણે અત્યાર સુધીમાં 79 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે

Russia Ukraine War: પશ્ચિમી દેશોના પ્રતિબંધો સામે પુતિનનો પલટવાર, ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી હેઠળના નિયમો કર્યા હળવા
Russian President Vladimir Putin (File Photo)

Follow us on

Russia Ukraine War: રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે.પુતિનના (Russian President  Vladimir Putin) આ મનસ્વી વલણને પગલે પશ્ચિમી દેશોએ ઘણા આર્થિક પ્રતિબંધો (Financial Prohibition) પણ લગાવ્યા છે. ત્યારે પુતિને લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડી છે.

રશિયન રોઝિન્સકાયા ગેઝેટના અહેવાલ અનુસાર રશિયાએ દેશમાં ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અઘિકારો (Intellectual Property Rights) સાથે જોડાયેલા નિયમોને હળવા કર્યા છે.અહેવાલોનું માનીએ તો રશિયા હવે પશ્ચિમી પેટન્ટ ધારકોની પરવાનગી વિના તેમની નકલ કરી શકે છે. જેથી હવે લોકો કોઈપણ દેશની ઈન્ટેલેકચુઅલ પ્રોપટીનો ઉપયોગ અધિકારો વિના પણ કરી શકશે. આ સાથે હવે અન્ય દેશોની ફિલ્મો,ગેમ્સ,ટીવી શો અને સોફ્ટવેર માટે સંબંધિત કંપની અથવા સંસ્થાને ચૂકવણી કરવાની કોઈ જરૂર રહેશે નહીં.

ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અધિકાર શું છે ?

ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અઘિકારએ કંપની, સંસ્થા અથવા વ્યક્તિને આપવામાં આવેલ કાનૂની અધિકાર છે. જે કોઈપણ ટેક્નોલોજી, શોધ, અથવા ડિઝાઈન બનાવે છે તેની કોઈ નકલ ન કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો પેટન્ટ કોઈપણ કંપની, સંસ્થા અથવા વ્યક્તિને એકાધિકાર આપે છે. તમને જણાવી દઈએ કે ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અધિકાર  હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ લેખ, ડિઝાઈન અથવા કોપીરાઈટના ઉપયોગ માટે તેની સાથે સંકળાયેલ વ્યક્તિને ચોક્કસ રકમ ચુકવવાની રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ કાયદામાં રાહત આપવાનો પ્રસ્તાવ

ઉલ્લેખનીય છે કે રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયે આ સપ્તાહની શરૂઆતમાં પ્રતિબંધોને ટાળવા માટે આ કાયદામાં રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણી વસ્તુઓ અને સેવાઓના ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અધિકારો પરના પ્રતિબંધને હટાવવાની શક્યતા પર વિચાર કરવામાં આવ્યો હતો.

જેમાં એવુ પણ કહેવામાં આવ્યું હતું કે તે વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેનો રશિયામાં અભાવ છે. જેનાથી પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે માલસામાન અને સેવાઓની અછતની અસરમાં ઘટાડો થશે.

યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા

યુક્રેન પર રશિયાના (Russia Ukraine War) હુમલાને કારણે અત્યાર સુધીમાં 79 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એપીએ યુક્રેનના મુખ્ય કાર્યાલયના હવાલા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા છે, હોસ્પિટલોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી, રશિયાએ દરેક જગ્યાએ બોમ્બામારો કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર

Next Article