Russia Ukraine War: રશિયાએ ચેર્નોબિલના પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો, યુક્રેને પણ 50 રશિયન સૈનિકોને માર્યાનો દાવો કર્યો

|

Feb 25, 2022 | 7:15 AM

રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સેનાએ યુક્રેનમાં 11 એર ફિલ્ડ સહિત 70 થી વધુ સૈન્ય મથકોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.

Russia Ukraine War: રશિયાએ ચેર્નોબિલના પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો, યુક્રેને પણ 50 રશિયન સૈનિકોને માર્યાનો દાવો કર્યો
Russia destroyed Ukraine's air defense system

Follow us on

Russia Ukraine War: યુક્રેન(Ukraine) પર રશિયા(Russia)ના હુમલા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા તેજ થઈ રહ્યા છે. એવા અહેવાલ છે કે રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલા કરીને યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. તે જ સમયે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે રશિયન સેના(Russian Army)એ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ(Chernobyl nuclear plant)પર કબજો કરી લીધો છે. તમને જણાવી દઈએ કે રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર 203 હુમલા કરવાનો દાવો કર્યો છે, જ્યારે યુક્રેનના સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense of Ukraine)નું કહેવું છે કે તેમની સેનાએ 90 રશિયન સૈનિકોને બંધક બનાવ્યા છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સેનાએ યુક્રેનમાં 11 એર ફિલ્ડ સહિત 70 થી વધુ સૈન્ય મથકોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે રશિયન સૈન્યના હુમલા બાદ યુક્રેનની 74 સૈન્ય સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે. તેમણે કહ્યું કે નાશ પામેલા સૈન્ય મથકોમાં 11 એરફિલ્ડ પણ સામેલ છે. તેમણે કહ્યું કે યુક્રેનનું એક સૈન્ય હેલિકોપ્ટર અને ચાર ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે.

હવે યુક્રેને પણ રશિયાના હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે અમે રશિયાને શરણે નહીં જઈએ. રોયટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલય વતી એક નિવેદન જારી કરતા કહેવામાં આવ્યું છે કે યુક્રેનના સૈનિકોએ 6 રશિયન વિમાનોને તોડી પાડ્યા છે. આ સાથે યુક્રેનના 50 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 2 ટેન્ક પણ નષ્ટ થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર આ જ રીતે હુમલો કરવાનું ચાલુ રાખશે તો તેના હુમલાનો જવાબ આપવા માટે અમે 100થી વધુ ફાઈટર પ્લેનને હાઈ એલર્ટ પર રાખ્યા છે. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, અમારી પાસે અમારા એરસ્પેસની સુરક્ષા માટે 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ અને ભૂમધ્ય સમુદ્ર સુધીના દરિયામાં 120થી વધુ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર છે.

તેમણે કહ્યું કે યુક્રેનમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે તે પછી નાટો સંપૂર્ણ તાકાત અને એકતા સાથે યુક્રેનની સાથે છે. નાટોના તમામ સભ્ય દેશોની સાથે યુરોપિયન યુનિયન પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદી રહ્યું છે. અમે બધા યુક્રેન સાથે ઉભા છીએ. અમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના આવા ઉલ્લંઘનને ક્યારેય સ્વીકારીશું નહીં.

Published On - 7:14 am, Fri, 25 February 22

Next Article