બ્રસેલ્સમાં NATO નેતાઓએ બેઠક કરી, જો બાઈડને કહ્યું- યુક્રેનના સ્વ-બચાવના અધિકારનું રક્ષણ કરશે, તમામ મદદ આપવાનું ચાલુ રાખશે

|

Mar 24, 2022 | 7:33 PM

યુક્રેનમાં રશિયન હુમલા અંગે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ વધારવા માટે યુએસ પ્રમુખ જો બાઈડન અને પશ્ચિમી સાથી દેશોના નેતાઓએ ગુરુવારે ત્રણ પરિષદોમાંથી પ્રથમ પરિષદ શરૂ કરી હતી.

બ્રસેલ્સમાં NATO નેતાઓએ બેઠક કરી, જો બાઈડને કહ્યું- યુક્રેનના સ્વ-બચાવના અધિકારનું રક્ષણ કરશે, તમામ મદદ આપવાનું ચાલુ રાખશે
NATO Leaders

Follow us on

યુએસ પ્રમુખ જો બાઈડને (America President Joe Biden) ગુરુવારે જણાવ્યું હતું કે, યુક્રેન (Ukraine) પર રશિયાના ઉશ્કેરણીજનક અને ગેરવાજબી આક્રમણના એક મહિના બાદ નાટોના (NATO) નેતાઓ આજે બ્રસેલ્સમાં મળ્યા હતા. અમે રશિયન આક્રમણ સામે લડવા અને તેમના સ્વ-બચાવના અધિકારને જાળવી રાખવા માટે સુરક્ષા સહાય સાથે યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. યુક્રેનમાં રશિયન હુમલા અંગે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ વધારવા માટે યુએસ પ્રમુખ જો બાઈડન અને પશ્ચિમી સાથી દેશોના નેતાઓએ ગુરુવારે ત્રણ પરિષદોમાંથી પ્રથમ પરિષદ શરૂ કરી હતી. બાઈડન અને નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના અન્ય નેતાઓ ગઠબંધનના મુખ્યાલયમાં મળ્યા હતા, જ્યાં તેઓએ સમિટ પહેલા એક ગૃપ ફોટો માટે પોઝ આપ્યો હતો.

ગુરુવારે, યુરોપિયન રાજદ્વારી રાજધાની બ્રસેલ્સ નાટોની કટોકટી બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ સાથે જ અહીં G-7 (વિશ્વના સાત દેશો) અને યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોનું સંમેલન પણ યોજાઈ રહ્યું છે. બાઈડન આ ત્રણેય બેઠકોમાં હાજરી આપશે. રશિયા પર નવા પ્રતિબંધો લાદવા સાથી દેશોને સમજાવવાની આશા સાથે બાઈડને બુધવારે મોડી રાત્રે અહીં પહોંચ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રશિયાની અર્થવ્યવસ્થા પાછલા ચાર અઠવાડિયામાં નબળી પડી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી મોસ્કો પર દબાણ લાવવામાં પશ્ચિમી દેશો મોટાભાગે એક થયા છે, જો કે તે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે કે આ એકતા સમયની કસોટી હશે, કારણ કે યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે.

નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે સુરક્ષા ગઠબંધનની પરિષદની અધ્યક્ષતા કરતા પહેલા કહ્યું કે આપણે વધુ કરવાની જરૂર છે અને તેથી આપણે વધુ રોકાણ કરવું પડશે. તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે અને મને આશા છે કે કોન્ફરન્સમાં ભાગ લેનારા નેતાઓ સંરક્ષણ ક્ષેત્રે રોકાણ વધારવા માટે સંમત થશે. બ્રસેલ્સ જતા એરફોર્સ વન પર બાઈડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પત્રકારોને જણાવ્યું હતું કે, ગયા મહિને આપણે જે સંકલ્પ અને એકતા જોયેલી છે તે ટકી રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું

આ પણ વાંચો : Russia-Ukraine War: શું અફઘાનિસ્તાન જેવા થશે મોસ્કોના હાલ, યુક્રેને 7000 થી 15,000 રશિયન સૈનિકોને માર્યાનો નાટોનો દાવો

Next Article