Russia Ukraine War : મુઝે તો તેરી લત લગ ગઈ! કોરિયન સૈનિકોને લાગી એડલ્ટ વીડિયો જોવાની લત

|

Nov 14, 2024 | 2:33 PM

ઉત્તર કોરિયાના સૈનિકો તાજેતરમાં રશિયાની બાજુમાં યુક્રેન-રશિયા યુદ્ધમાં જોડાયા છે. પરંતુ રશિયા પહોંચ્યા બાદ આ સૈનિકો યુદ્ધ લડવાને બદલે કંઈક અન્ય પર ધ્યાન આપી રહ્યા છે. હા, રશિયા પહોંચી ગયેલા ઉત્તર કોરિયાના સૈનિકો આ દિવસોમાં ઓનલાઈન અશ્લીલ વીડિયો જોઈ રહ્યા છે.

Russia Ukraine War : મુઝે તો તેરી લત લગ ગઈ! કોરિયન સૈનિકોને લાગી એડલ્ટ વીડિયો જોવાની લત
Korean soldiers become addicted to watching adult videos

Follow us on

ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ મળી રહ્યું છે, જે તેમના માટે તદ્દન નવું છે. ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામે સૈનિકો આ અનલિમિટેડ ઈન્ટરનેટનો લાભ લઈ રહ્યા છે અને ઓનલાઈન એડલ્ટ વીડિયોના વ્યસની બની ગયા છે.

અહેવાલ મુજબ ઉત્તર કોરિયામાં સંપૂર્ણ પ્રતિબંધિત ઇન્ટરનેટમાં રહેવા ટેવાયેલા દેશના સૈનિકો એડલ્ટ વીડિયો જોઈ રહ્યા છે. જ્યારે રશિયામાં ઈન્ટરનેટ એક્સેસ ઉપયોગ કરવા દે છે, તે ઉત્તર કોરિયા કરતાં ફ્રી છે.

આર્મી લેફ્ટનન્ટ કર્નલે કહી આ વાત

જો કે કિમ જોંગ ઉન દ્વારા યુક્રેન મોકલવામાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકોની ઈન્ટરનેટ આદતોની માહિતી તેઓએ કેવી રીતે મેળવી તે અંગેની કોઈ માહિતી આ રિપોર્ટમાં આપવામાં આવી નથી. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા આર્મી લેફ્ટનન્ટ કર્નલ ચાર્લી ડાયટ્ઝે પણ કહ્યું કે, તેઓ ઉત્તર કોરિયાની ઇન્ટરનેટ આદતો અથવા વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓની પુષ્ટિ કરી શકતા નથી.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

ઉત્તર કોરિયાના 7000થી વધુ સૈનિકોને તૈનાત

નોંધનીય છે કે રશિયા અને ઉત્તર કોરિયાના વધતા સંબંધો વચ્ચે રશિયાએ સોમવારે યુક્રેન સરહદ નજીકના વિસ્તારોમાં એકે-12 રાઈફલ, મોર્ટાર રાઉન્ડ અને અન્ય આક્રમક હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયાના 7000થી વધુ સૈનિકોને તૈનાત કર્યા છે. યુક્રેનિયન ડિફેન્સ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે, યુક્રેનમાં રશિયાના યુદ્ધને સાથ આપવા માટે તેમને રશિયાના દૂર પૂર્વમાં પાંચ અલગ-અલગ સ્થળોએ તાલીમ આપવામાં આવી હતી.

જો તમે ઉત્તર કોરિયામાં પોર્ન જોશો તો શું થશે?

ઉત્તર કોરિયામાં એડલ્ટ વીડિયો જોવાથી તમારી હત્યા થઈ શકે છે. હકીકતમાં સરમુખત્યાર કિમ જોંગ ઉને તેની નવી ગુપ્ત ટુકડીને એડલ્ટ વીડિયો જોતા કોઈપણને શૂટ કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશી ટેલિવિઝન, હેરકટ્સ અને બર્થડે પાર્ટીની સંસ્કૃતિને ખતમ કરી દીધી હતી.

Next Article