Russia-Ukraine War: ફિનલેન્ડ-સ્વીડન આ મહિને નાટોમાં જોડાઈ શકે છે, મંત્રણા વધુ તીવ્ર, રશિયા ‘ભડકી’ શકે છે

Russia-Ukraine War: સ્વીડન અને ફિનલેન્ડે યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા પર યુરોપિયન યુનિયન અને યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને સમર્થન આપ્યું છે.

Russia-Ukraine War:  ફિનલેન્ડ-સ્વીડન આ મહિને નાટોમાં જોડાઈ શકે છે, મંત્રણા વધુ તીવ્ર, રશિયા 'ભડકી' શકે છે
નાટો ધ્વજ (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 12:58 PM

Russia-Ukraine War: સ્વીડન અને ફિનલેન્ડ (Sweden and Finland)વચ્ચે આ દિવસોમાં ટોપ લેવલની વાતચીત વધી છે. આવી સ્થિતિમાં, ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને દેશ 16 મેના રોજ સંયુક્ત રીતે નાટોમાં (NATO)સામેલ થવાની જાહેરાત કરી શકે છે. વાસ્તવમાં, સ્વીડનના વડાપ્રધાન મેગડાલેના એન્ડરસન અને ફિનિશ વડાપ્રધાન સન્ના મારિન બર્લિન નજીક શ્લોસ મેસેબર્ગમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે. ત્રણેય નેતાઓ વચ્ચે આ બેઠક 3 મેના રોજ યોજાવા જઈ રહી છે. સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થશે, પરંતુ બેઠક દરમિયાન બંને દેશોના નાટોમાં સામેલ થવા અંગે પણ વાત થશે. જો આવું થાય, તો રશિયા ભડકી શકે છે.

ફિનલેન્ડ અને સ્વીડન મેના મધ્યમાં નાટો સભ્યપદ અંગે સંયુક્ત ઘોષણા સબમિટ કરે તેવી સંભાવના પણ પ્રબળ દેખાય છે. કારણ કે 29 એપ્રિલે ફિનલેન્ડ અને સ્વીડનના વિદેશ મંત્રીઓએ હેલસિંકીમાં વાતચીત દરમિયાન આ અંગે ચર્ચા કરી હતી. નાટો પોતે ફિનલેન્ડ અને સ્વીડન માટે સભ્યપદ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ભયાવહ હોવાનું જણાય છે. હકીકતમાં, નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગે 28 એપ્રિલે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ સોલી નિનિસ્ટો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના દેશને નાટોમાં સામેલ કરવાની વાત પણ કરી હતી.

બંને દેશો નાટોમાં ક્યારે જોડાઈ શકે ?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

એવી અપેક્ષા રાખવામાં આવે છેકે ફિનલેન્ડ મેના પહેલા કે બીજા સપ્તાહમાં નાટોના સભ્યપદ અંગે નિર્ણય લઈ શકે છે. વડાપ્રધાન મારિનની ભલામણના આધારે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા અંતિમ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવશે. જોકે સરકારની વિદેશ અને સુરક્ષા નીતિ સમિતિનો નિર્ણય પણ મહત્વનો સાબિત થવાનો છે. સ્વીડને 24 એપ્રિલે નાટોમાં જોડાવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ મૂલ્યાંકન સબમિટ કરવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન એન્ડરસને તેને ‘નાટો ઉકેલ’ ગણાવ્યો હતો. સેફ્ટી રિપોર્ટ મેના મધ્યમાં તૈયાર થઈ જશે. આવી સ્થિતિમાં, પછી જ સ્વીડન નાટોમાં જોડાવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો :નડાલ અને જોકોવિચે કહ્યુંઃ રશિયા અને બેલારુસના ખેલાડીઓને વિમ્બલ્ડન રમવાથી રોકવાનું ખોટું છે

આ પણ વાંચો :Tech Tips: લેપટોપ ઝડપથી ગરમ થવાની સમસ્યાથી છો પરેશાન, તો આ ટિપ્સથી મળશે છૂટકારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">