રશિયાના (Russia) આક્રમણ બાદ યુક્રેનને (Ukraine) 20 મિલિયન ડોલર અને યુનાઈટેડ નેશન્સ હ્યુમેનિટેરિયન ફંડમાં (UN Humanitarian Funds) ઈયુ ઈકોનોમિક આસિસ્ટન્સ ફંડમાં 1.5 બિલિયન યુરો આપવાની યોજના બનાવવામાં આવી છે. આ સિવાય જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઈવાન અને અન્ય દેશોએ રશિયા પર નવા અને કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. સાથે જ તેણે રશિયાની કાર્યવાહીની પણ નિંદા કરી છે. રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો, જેના પર વિવિધ દેશોના નેતાઓની આકરી પ્રતિક્રિયાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
ઘણા દેશોએ રશિયાના અર્થતંત્ર અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના નેતાઓ સહિત વિવિધ નેતાઓને પાઠ ભણાવવાની વાત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે કહ્યું હતું કે ફ્રાન્સ અને તેના યુરોપિયન સહયોગીઓએ “મોસ્કો પર હુમલો” કરવાનું નક્કી કર્યું છે. રશિયન લોકો પર વધુ પ્રતિબંધો લાદવા ઉપરાંત, નાણાં, ઊર્જા અને અન્ય ક્ષેત્રો પર દંડ લાદવાનો સમાવેશ થાય છે. પ્રતિબંધો લાદવા સંબંધિત કાયદાકીય દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને શુક્રવારે જ મંજૂરી માટે EU વિદેશ મંત્રીઓને મોકલવામાં આવશે. મેક્રોને એમ પણ કહ્યું કે EU એ યુક્રેનને “અભૂતપૂર્વ” 1.5 બિલિયન યુરોની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન, રશિયન સિવિલ એવિએશન ઓથોરિટીએ રશિયા જતી અને આવતી યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા બ્રિટને રશિયન ફ્લાઈટ કંપની એરોફ્લોટની ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો. અગાઉ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “જાપાન તેની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે કે અમે પરિસ્થિતિને બળજબરીથી બદલવાના કોઈપણ પ્રયાસને સહન કરીશું નહીં.” કિશિદાએ નવા શિક્ષાત્મક પગલાંની પણ જાહેરાત કરી હતી, જેમાં વિઝા ઉપરાંત રશિયન જૂથો, બેંકો અને વ્યક્તિઓની સંપત્તિ સ્થગીત કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે રશિયન સૈન્ય સાથે જોડાયેલા સંગઠનોને સેમિકન્ડક્ટર અને અન્ય વસ્તુઓ મોકલવા ઉપર પણ પ્રતિબંધની જાહેરાત કરી છે.
યુક્રેન પર રશિયાનું આક્રમણ ખૂબ જ ગંભીર ઘટના.
કિશિદાએ કહ્યું, “યુક્રેન પર રશિયન આક્રમણ એ ખૂબ જ ગંભીર ઘટના છે, જેની અસર આંતરરાષ્ટ્રીય સિસ્ટમ ઉપર પડશે.” આનાથી માત્ર યુરોપ જ નહીં પણ એશિયાને પણ કેટલાક અંશે અસર થશે.એશિયા અને પેસિફિકના દેશોએ યુએસ અને 27-રાષ્ટ્રોના સંગઠન યુરોપિયન યુનિયનને રશિયન બેંકો અને અગ્રણી કંપનીઓ સામે નવા દંડનાત્મક પગલાં લેવા માટે ટેકો આપ્યો છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું, “રશિયાના યુદ્ધ કરવાના નિર્ણયથી અસંખ્ય નિર્દોષ લોકોના જીવ જઈ શકે છે.” તેણીએ રશિયન અધિકારીઓ પર મુસાફરી સહિત વિવિધ પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી.
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ યુક્રેનમાં માનવતાવાદી કામગીરીને ઝડપી બનાવવા માટે $20 મિલિયનની સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે બેઠક મળવાની છે, જેમાં રશિયા વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવી શકે છે અને તે તાત્કાલિક તેના દળોને યુક્રેનમાંથી પાછા ખેંચવાની માંગ કરી શકે છે.
જોકે, રશિયા આ પ્રસ્તાવને વીટો કરી શકે છે. યુએનના માનવતાવાદી બાબતોના ચીફ માર્ટિન ગ્રિફિથે જણાવ્યું હતું કે યુએનના સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડમાં 20 મિલિયન ડોલરની રકમ યુક્રેનના પૂર્વી ડોનેસ્ક અને લુહાન્સ્ક અને અન્ય ભાગોમાં કટોકટીમાં કરાનારી કામગીરીમાં મદદરૂપ થશે. જેમાં યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રના લોકો માટે આરોગ્ય સંભાળ, આશ્રય, ખોરાક, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ