રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયામાં ગેસ સપ્લાય રોક્યો, બંને દેશોએ પુતિન પર લગાવ્યો બ્લેકમેલિંગનો આરોપ

|

Apr 27, 2022 | 10:03 PM

ગેસ સપ્લાય બંધ કરવાની જાહેરાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Russian President Vladimir Putin) નિવેદન બાદ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, તે બિન-સાથી દેશોએ રશિયાના ચલણ રૂબલમાં ગેસ માટે ચૂકવણી કરવી પડશે.

રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયામાં ગેસ સપ્લાય રોક્યો, બંને દેશોએ પુતિન પર લગાવ્યો બ્લેકમેલિંગનો આરોપ
Russian President Vladimir Putin.
Image Credit source: AP/PTI

Follow us on

પોલેન્ડ (Poland) અને બલ્ગેરિયાના (Bulgaria) નેતાઓએ રશિયા પર કુદરતી ગેસ (Natural Gas) દ્વારા ‘બ્લેકમેલિંગ’ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા બુધવારે રશિયાની (Russia) સરકારી એનર્જી કંપનીએ આ બે યુરોપિયન દેશોને ગેસ સપ્લાય બંધ કરવાની જાહેરાત કરી હતી. ગેસ સપ્લાય બંધ કરવાની જાહેરાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદન બાદ કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે બિન-સાથી દેશોએ રશિયાના ચલણ રૂબલમાં ગેસ માટે ચૂકવણી કરવી પડશે. પરંતુ બલ્ગેરિયા અને પોલેન્ડે તેમ કરવાનો ઈનકાર કર્યો હતો.

રશિયન ઉર્જા કંપની ગજપ્રોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને 1 એપ્રિલથી પોલેન્ડ અને બલ્ગેરિયા તરફથી કોઈ ચૂકવણી મળી નથી અને તે બુધવારથી આ દેશોને ગેસ સપ્લાય બંધ કરી રહી છે. કંપનીએ કહ્યું કે જો આ દેશો અન્ય યુરોપીયન ગ્રાહકોને સપ્લાય કરવામાં આવતો ગેસ લેવા માંગે છે તો તે માત્રા યુરોપને આપવામાં આવતા ગેસમાંથી ઓછી કરવામાં આવશે. પોલેન્ડના વડાપ્રધાન મેટ્યુઝ મોરાવીએકીએ બુધવારે પોલેન્ડની સંસદમાં જણાવ્યું હતું કે તેઓ માને છે કે આ કાર્યવાહી રશિયા સામે વોર્સોના નવા પ્રતિબંધોના બદલામાં છે.

મોરાવીકીએ વચન આપ્યું હતું કે પોલેન્ડ ગેસ કાપથી ડરશે નહીં. તેમણે કહ્યું કે અન્ય દેશોમાંથી ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાના વર્ષોના પ્રયાસોને કારણે દેશ ઊર્જા સંકટમાંથી સુરક્ષિત છે. જ્યારે તેઓએ કહ્યું કે રશિયાના “ગેસ બ્લેકમેલ” ની પોલેન્ડ પર કોઈ અસર થશે નહીં, ત્યારે ધારાસભ્યોએ ઉભા થઈને તાળીઓ પાડી. પોલેન્ડે મંગળવારે ઘણી રશિયન કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. જેમાં ઊર્જા જાયન્ટ કંપની ગજપ્રોમ પણ સામેલ છે. પોલેન્ડે પછી કહ્યું કે તેને નોટિસ મળી છે કે રશિયન રૂબલ ચલણમાં ચૂકવણી કરવાની માંગનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ગજપ્રોમ તેનો ગેસ પુરવઠો બંધ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રશિયાના આ પગલાથી યુરોપિયન દેશોની ચિંતા વધી ગઈ છે

રશિયાના આ પગલાથી ચિંતા વધી છે કે અન્ય યુરોપિયન દેશોને આગામી સમયમાં નિશાન બનાવી શકાય છે. યુક્રેન-રશિયા યુદ્ધને લઈને પશ્ચિમી દેશોએ યુક્રેનને સમર્થન વધાર્યું છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે ગજપ્રોમની જાહેરાત, રશિયા દ્વારા ગેસને બ્લેકમેલનું માધ્યમ બનાવવાનો વધુ એક પ્રયાસ છે.

ગ્રીસ દ્વારા ગજપ્રોમને આગામી સુનિશ્ચિત ચુકવણી 25 મેના રોજ થવાની છે, પરંતુ સરકારે તે પહેલાં નક્કી કરવું પડશે કે શું તે રુબેલમાં ટ્રાન્ઝેક્શનની માંગનું પાલન કરશે કે નહીં. ગ્રીસ તેની કુદરતી ગેસ સંગ્રહ ક્ષમતાને વિસ્તારી રહ્યું છે અને કટોકટી ઉર્જા સ્ત્રોત તરીકે ગેસમાંથી ડીઝલમાં ઘણા ઉદ્યોગ ક્ષેત્રોને બદલવાની આકસ્મિક યોજના ધરાવે છે.

આ પણ વાંચો :  ફિનલેન્ડ-સ્વીડનનો નાટોમાં જવાનો નિર્ણય, બંને દેશના અખબારોએ કર્યો ચોકાવનારો દાવો- આ તારીખે કરશે એપ્લાઈ

Next Article