Russia Ukraine War: સમાધાનને લઈને રશિયાનો સૂર બદલાયો, યુક્રેનના વરિષ્ઠ અધિકારીનો મોટો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. પરંતુ હવે રશિયાએ યુદ્ધવિરામને લઈને પોતાનું વલણ નરમ કર્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના એક અધિકારીએ કહ્યું કે રશિયાએ યુક્રેનની શરણાગતિની માગ કરવાનું પણ બંધ કરી દીધું છે.

Russia Ukraine War: સમાધાનને લઈને રશિયાનો સૂર બદલાયો, યુક્રેનના વરિષ્ઠ અધિકારીનો મોટો દાવો
Russia Ukraine War
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:48 AM

Russia Ukraine War:  યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના (President Volodymyr Zelenskyy) વરિષ્ઠ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ઇહોર ઝોવકોવાએ જણાવ્યું હતું કે, રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટો “વધુ રચનાત્મક” બની છે.વધુમાં તેમણે કહ્યું કે રશિયાએ પોતાનો સૂર બદલ્યો છે અને યુક્રેનને આત્મસમર્પણ કરવાની માગ કરવાનું બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે,મંત્રણાની શરૂઆતમાં રશિયા (Russia) શરણાગતિ પર ભાર મૂકતું હતુ.

રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેનો વીડિયો કોલ આ મહિને બેલારુસમાં થયેલી ત્રણ રાઉન્ડની વાટાઘાટ બાદ થયો હતો. ઝોવકોવાએ કહ્યું કે યુક્રેનિયન પ્રતિનિધિઓને વાટાઘાટો બાદ ઉકેલની થોડી આશા જન્મી છે.વધુમાં તેમણે કહ્યું કે યુદ્ધ વિરામ માટે ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) વચ્ચે મુલાકાત થવી જરૂરી છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કેનેડાને મદદ માટે અપીલ કરી

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમના એક ભાષણમાં કેનેડાને મદદ માટે પણઅપીલ કરી છે. સાથે જ પ્રમુખ ઝેલેન્સકીએ કેનેડિયન સંસદ અને સરકારને રશિયા પર વધુ આર્થિક અને લશ્કરી દબાણ લાવવા વિનંતી કરી. ઝેલેન્સકીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ધારાસભ્યોને યુક્રેન પર નો-ફ્લાય ઝોન બનાવવામાં મદદ કરવા પણ ભાર મુક્યો. તેણે કહ્યું, “જસ્ટિન, શું તમે એવી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે જ્યારે તમને અથવા તમારા બાળકોને ગંભીર વિસ્ફોટો, એરપોર્ટ બોમ્બ ધડાકા, ઓટાવા એરપોર્ટ બોમ્બ ધડાકાના અવાજો સાંભળવા પડે.ત્યારે યુક્રેનની પરિસ્થિતિ શું હશે..?

કેનેડિયન સાંસદોએ જેલેન્સકીને શુભેચ્છા પાઠવી

કેનેડિયન સાંસદોઓએ તેમના સંબોધન પહેલાં ઊભા રહીને તેમનું સ્વાગત કર્યું. ઝેલેન્સકીએ કહ્યું, “શું તમે એવી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે જ્યારે ટોરોન્ટોના પ્રખ્યાત સીએન ટાવર પર રશિયન બોમ્બ ફેંકવામાં આવે. પણ આ અમારી વાસ્તવિકતા છે.સાથે તેમણે માનવતાવાદી અને લશ્કરી સમર્થન માટે કેનેડાનો આભાર માન્યો અને દેશને એક મજબૂત સાથી ગણાવ્યો.

યુક્રેનના 97 બાળકો યુદ્ધમાં માર્યા ગયા

રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કેનેડાની સંસદમાં સંબોધન દરમિયાન કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી 97 બાળકો માર્યા ગયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)નું કહેવું છે કે ગયા મહિને રશિયન આક્રમણ બાદ 30 લાખથી વધુ લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ NATO પર પણ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ NATO ને લાચાર બનાવી દીધું છે. હું જાણું છું કે NATO નો રસ્તો યુક્રેન માટે બંધ છે. જો કે, કેનેડાએ હાલ યુક્રેનને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

 

 

આ પણ વાંચો : હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી