Breaking News : દુનિયાને જેનો ડર હતો તે જ થયું! શું રશિયા ઈરાન-અમેરિકા યુદ્ધમાં થઈ એન્ટ્રી?

ઇરાન-અમેરિકા તણાવ વધતાં રશિયાએ પોતાનું વિશેષ TU-214PU કમાન્ડ એરક્રાફ્ટ તેહરાન મોકલ્યું હોવાના અહેવાલો છે. આ વિમાન કટોકટીમાં પણ કમાન્ડ અને કંટ્રોલ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.

Breaking News : દુનિયાને જેનો ડર હતો તે જ થયું! શું રશિયા ઈરાન-અમેરિકા યુદ્ધમાં થઈ એન્ટ્રી?
| Updated on: Jul 13, 2026 | 5:28 PM

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે રશિયાની ભૂમિકાને લઈને અનેક અટકળો તેજ બની છે. ફ્લાઇટ ટ્રેકિંગ સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ પોતાનું વિશેષ TU-214PU એરબોર્ન કમાન્ડ એરક્રાફ્ટ તેહરાન મોકલ્યું છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અહેવાલો અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્દેશ પર TU-214PU વિમાન તેહરાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિમાન સામાન્ય મુસાફરી માટે નહીં પરંતુ અત્યંત સંવેદનશીલ સૈન્ય અને કમાન્ડ કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યું છે. રશિયાની ટુપોલેવ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસાવવામાં આવેલું આ એરક્રાફ્ટ ક્રેમલિન માટે મોબાઇલ કમાન્ડ પોસ્ટ તરીકે કાર્ય કરે છે.

કટોકટીની સ્થિતિમાં પણ સતત કમાન્ડ અને કંટ્રોલ જાળવી રાખવાની ક્ષમતા

TU-214PUમાં અત્યાધુનિક સુરક્ષિત સંદેશાવ્યવહાર પ્રણાલી, એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન લિંક, સેટેલાઇટ કનેક્ટિવિટી અને કટોકટીની સ્થિતિમાં પણ સતત કમાન્ડ અને કંટ્રોલ જાળવી રાખવાની ક્ષમતા છે. કોઈપણ હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિમાં કામગીરી કરી શકે તેવી તેની વિશેષતાઓને કારણે તેને રશિયાનું સૌથી મહત્વપૂર્ણ કમાન્ડ એરક્રાફ્ટ માનવામાં આવે છે.

આ વિમાન તેહરાન મોકલવામાં આવ્યું હોવાના દાવા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે. અમેરિકાએ અગાઉ પણ રશિયા અને ચીન પર ઈરાનને વિવિધ રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે જો આ દાવાઓ સાચા સાબિત થાય તો તેને રશિયા તરફથી ઈરાનને મળેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સમર્થન તરીકે જોવામાં આવી શકે છે.

રશિયા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી સૈન્ય સહયોગ, સુરક્ષા અને ગુપ્તચર માહિતીના આદાન-પ્રદાન અંગેના સંબંધો મજબૂત રહ્યા છે. આ કારણે વર્તમાન પરિસ્થિતિમાં રશિયાની દરેક હિલચાલ પર વિશ્વની નજર ટકેલી છે.

રડાર સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવી

બીજી તરફ અમેરિકા ઈરાન સામે પોતાની સૈન્ય કાર્યવાહી વધુ આક્રમક બનાવી રહ્યું છે. અહેવાલો મુજબ, અમેરિકાએ એક જ રાતમાં ઈરાનના અનેક સૈન્ય અને વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલા કર્યા છે, જેમાં રડાર સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. તેના જવાબમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું રશિયા હવે માત્ર રાજકીય સમર્થન પૂરતું જ સીમિત રહેશે કે પછી વધુ સક્રિય ભૂમિકા ભજવશે? હાલ સુધી રશિયા પોતાને શાંતિપૂર્ણ ઉકેલના સમર્થક તરીકે રજૂ કરતું રહ્યું છે, પરંતુ TU-214PU અંગેના દાવાઓએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

જોકે, નોંધનીય બાબત એ છે કે રશિયા તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને TU-214PUના મિશન અંગે પણ સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેથી હાલ સામે આવી રહેલા તમામ દાવાઓને સાવચેતીપૂર્વક જોવાની જરૂર છે. આગામી દિવસોમાં અમેરિકા, રશિયા અને ઈરાન તરફથી આવનારા સત્તાવાર નિવેદનો બાદ જ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.

‘અચાનક મોત માટે તૈયાર રહો’, ટ્રમ્પને ઈરાની અખબારની ‘ખુલ્લી ચેતવણી’

Follow Us
Loading...
Unable to load recommendations.