Russia and Ukraine War: ફેસબુક (Facebook) વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા રશિયાએ દેશમાં ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાની સેન્સરશીપ એજન્સી Roskomnadzor ફેસબુક પર રશિયન મીડિયા સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, રશિયન સરકારની સેન્સરશીપ એજન્સીએ ફેસબુક પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
ફેસબુકે રશિયા પર લાખો લોકોને વિશ્વસનીય માહિતી આપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયાએ ટ્વિટર પર પણ કાર્યવાહી કરી છે.
મીડિયા વેબસાઇટ્સ આંશિક રીતે ડાઉન હતી. નિષ્ણાતો માને છે કે, યુક્રેનમાં લડાઈ વધી રહી છે, મોસ્કોમાં AFP પત્રકારો ફેસબુક તેમજ મીડિયા આઉટલેટ્સ મેડુઝા, ડોઇશ વેલે, આરએફઇ-આરએલ અને બીબીસીની રશિયન ભાષાની સેવાની સાઇટ્સને ઍક્સેસ કરવામાં સક્ષમ ન હતા. મોનિટરિંગ એનજીઓ ગ્લોબલચેકે પણ જણાવ્યું હતું કે સાઇટ્સ આંશિક રીતે ડાઉન હતી. જેને લઈ ફેસબુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ટ્વિટરની રીચ પર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રશિયાની સંસદે શુક્રવારે ફેક ન્યૂઝને લઈને કડક કાયદાની જાહેરાત કરી હતી. સંસદનો આરોપ છે કે યુદ્ધ દરમિયાન રશિયન સેના વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે. સંસદમાં પસાર થયેલા નવા કાયદામાં સેના વિરુદ્ધ જાણીજોઈને ફેક ન્યૂઝ ફેલાવવા માટે 15 વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે. રશિયન રાજ્ય સંચાર એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને રાજ્ય સમાચાર એજન્સી RIA નોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ ઝવેઝદા અને ક્રેમલિન તરફી સમાચાર સાઇટ્સ Lenta.Ru અને Gazeta.Ru પર ગુરુવારે લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવા માટે હાકલ કરી છે.
એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી. Roskomnadzor અનુસાર, એકાઉન્ટ્સ પરના પ્રતિબંધોમાં તેમની સામગ્રીને અવિશ્વસનીય તરીકે ચિહ્નિત કરવા અને Facebook પર પ્રેક્ષકોને ઘટાડવા માટે શોધ પરિણામો પર તકનીકી પ્રતિબંધો મૂકવાનો સમાવેશ થાય છે.
Roskomnadzor કહ્યું હતું કે ફેસબુક પ્રતિબંધની અસર શુક્રવારે દેખાવાનું શરૂ થશે. Roskomnadzor એ રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલા તરીકે તેની કાર્યવાહીની જાહેરાત કરી. તેણે એમ પણ કહ્યું હતું કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલ ઓફિસે ફેસબુકને મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો : Russia Ukraine War Updates: UNSCમાં અમેરિકી રાજદ્વારીએ કહ્યું- રશિયાએ પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ