Afghanistan War: તાલિબાનીઓ સામે લડત આપી રહ્યા છે સ્થાનિક લોકો, કબજામાંથી છોડાવ્યા આ 3 જિલ્લા

|

Aug 21, 2021 | 4:53 PM

અહમદની આગેવાની હેઠળ કાબુલ કે જ્યાં તાલિબાનીઓનો કબજો છે ત્યાંથી ફક્ત 100 કિમી દૂર આવેલા પંજશીરમાં લોકો તાલિબાનીઓ વિરુદ્ધ લડવા માટે ભેગા થઇ રહ્યા છે.

Afghanistan War: તાલિબાનીઓ સામે લડત આપી રહ્યા છે સ્થાનિક લોકો, કબજામાંથી છોડાવ્યા આ 3 જિલ્લા
Son of ‘Lion of Panjshir’ takes forward father’s anti-Taliban legacy

Follow us on

Afghanistan War:  અમેરીકાએ પોતાના સૈન્યને પરત બોલાવાની જાહેરાત કરતા જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અધિકારીઓ દેશ અને દેશની જનતાને છોડીને ભલે ભાગી ગયા હોય. અફઘાનિસ્તાનના સૈન્યએ ભલે હથિયાર મુકી દીધા હોય પરંતુ કેટલાક લોકો છે જે હજી પણ પોતાની માતૃભૂમીની સ્વતંત્રતા માટે તાલિબાનીઓ સામે લડી રહ્યા છે. તેઓ ફક્ત લડી જ નથી રહ્યા પરંતુ તાલિબાનીઓને હરાવી પણ રહ્યા છે.

કાબુલ પર તાલિબાનીઓના કબજાને હજી 4 દિવસ થાય તે પહેલા જ તાલિબાનના હાથમાંથી અફઘાનિસ્તાનના 3 જિલ્લા નીકળી ગયા છે. આ જિલ્લાઓ અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતના છે. આ જિલ્લાઓમાં પુલ-એ-હેસર, દેહ-એ-સલાહ અને બાનો સામેલ છે. અફઘાન સૈનિકોએ ભલે હાર માની લીધી હોય પરંતુ સ્થાનિક નાગરીકોએ તાલિબાનીઓ સામે લડવા માટે મન બનાવી લીધુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ સ્થાનિક નાગરીકો તાલિબાન સામેની લડાઇ લડી રહ્યા છે. તાલિબાનીઓ અને સ્થાનિક નાગરીકો વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલાક તાલિબાનીઓના મર્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ જિલ્લાઓમાંથી તાલિબાનીઓને ભગાડીને સ્થાનીક લોકોએ અફઘાનિસ્તાનનો રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવી દીધો છે. પુલ-એ-હેસર જિલ્લો ઉત્તર પંજશીર ઘાટીના નજીકમાં સ્થિત છે. જ્યાં અહમદ મસૂદ (Ahmad Massoud) અને ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની (Amrullah Saleh) આગેવાનીમાં તાલિબાનના વિરુદ્ધમાં સ્થાનીક લોકો ભેગા થયા છે.

તમને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીના દેશ છોડીને ભાગ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહનું નિવેદન આવ્યુ હતુ તેમણે જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી હુ જીવીત છુ ત્યાં સુધી હુ તાલિબાનીઓ સામે લડતો રહીશ. હાલમાં તેઓ સ્થાનીક લોકોને ભેગા કરીને તાલિબાનીઓને લડત આપી રહ્યા છે.

અફઘાનિસ્તાન માટે આશાનું કિરણ અહમદ મસૂદ

અહમદ મસૂદના પિતા અહમદ શાહ મસૂદ ‘Lion of Panjshir’ તરીકે ઓળખાતા હતા. તેઓ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી રહી ચૂક્યા છે. તેઓ તાલિબાનીઓને રોકવા માટે નોર્ધન અલાઇન્સના વડા પણ રહી ચૂક્યા છે. માટે જ હવે ઉપરાષ્ટ્રપતિ સાલેહ અને સંરક્ષણમંત્રી મોહમ્મદીએ તેમના પુત્ર અહેમદ મસૂદને નવી લડાઇના નેતા તરીકે જાહેર કર્યા છે. તેમની આગેવાની હેઠળ હમણાં સુધીમાં 30 હજારથી વધુ અફઘાની યુવાઓ ભેગા થયા છે તેમાં કેટલાક અફઘાનિ સૈનિકો પણ સામેલ છે.

આંતરીક આઝાદીની આ લડાઇમાં પંજશીર વિસ્તારના 100 થી વધુ કબિલાઓ પણ સામેલ થયા છે. આ બધાને ભેગા કરવાનું કામ અમરુલ્લાહ સાલેહ અને સંરક્ષણ મંત્રી મોહમ્મદીએ 16 ઓગસ્ટથી જ શરૂ કરી દીધુ હતુ.

 

પંજશીર એક એવો વિસ્તાર જ્યાં તાલિબાનીઓ ઘૂસવાની હિંમત પણ નથી કરતા

અફઘાનિસ્તાનના કુલ 34 પ્રાંતમાંથી પંજશીર એકમાત્ર છે જ્યાં તાલિબાનીઓ આજ સુધી જીતી નથી શક્યા. આ એક એવો વિસ્તાર છે જ્યાં તાલિબાનીઓ ઘૂસવાની હિંમત પણ નથી કરતા અને તેનું કારણ છે અહમદ મસૂદના ટેકેદારોનું જૂથ. તેઓ પોતાની સશસ્ત્ર ટુકડીઓ સાથે આ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તેઓ પંજશીર પ્રાંતની સરહદની રક્ષા કરી રહ્યા છે. અહમદની આગેવાની હેઠળ કાબુલ કે જ્યાં તાલિબાનીઓનો કબજો છે ત્યાંથી ફક્ત 100 કિમી દૂર આવેલા પંજશીરમાં લોકો તાલિબાનીઓ વિરુદ્ધ લડવા માટે ભેગા થઇ રહ્યા છે.

પંજશીર વિસ્તાર કેવો છે.

પંજશીરનો અર્થ ‘ફારસ કે પાંચ શેર’ તેવો થાય છે. આ પ્રાંત પર આજ સુધી કોઇ કબજો કરી શક્યુ નથી. અફઘાનિસ્તાનના 34 પ્રાંતમાંથી એક પંજશીરમાં 7 જીલ્લા અને તેમાં 512 ગામ છે. પંજશીરની વસતી 1,73,000  છે. તે કાબુલથી ફક્ત 100 કિમીની દૂરી પર છે. આ પ્રાતંમાં કેટલાક નાના નાના કબિલાઓ રહે છે. પંજશીર ખીણ ગેરીલ્લા યુદ્ધ માટે યોગ્ય સ્થળ છે અને અહીંના કબિલાઓને તેના જાણકાર છે.

આ પણ વાંચો –

Afghanistan Update : તાલિબાનની કેટલીક વેબસાઇટ અચાનક થઇ બંધ, ટ્વીટરની આતંકીઓના એકાઉન્ટ ડિલીટ કરવાની મનાઇ

આ પણ વાંચો –

Tiger 3: રશિયામાં ધમાકેદાર એક્શન સિનથી થઈ શૂટિંગની શરૂઆત, સલમાન-કેટરીનાની જોડી ફરી છવાઈ જશે

 

Next Article