UK: એક દિવસમાં રેકોર્ડ 1 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા, પીએમની લોકોને વેક્સિન લેવા અપીલ

|

Dec 25, 2021 | 5:17 PM

આ વખતે બ્રિટનમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લોકોને અપીલ કરી છે કે તેઓ રસી મેળવી લે.

UK: એક દિવસમાં રેકોર્ડ 1 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા, પીએમની લોકોને વેક્સિન લેવા અપીલ
Record more than 1 lakh corona cases registered in UK in a day

Follow us on

UK Corona Virus News : બ્રિટનમાં (Britain) કોરોના વાયરસના (Corona Virus) કેસ ઝડપથી વધી રહ્યા છે, જે સરકાર માટે ચિંતાનો વિષય છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને નાતાલના સંદેશ તરીકે જનતાને કોવિડ -19 રસી મેળવીને દેશને ભેટ આપવા જણાવ્યું. જ્હોન્સને કહ્યું, ભેટ ખરીદવા માટે થોડો જ સમય બાકી છે, પરંતુ તમે હજી પણ તમારા પરિવાર અને આખા રાષ્ટ્રને એક અદ્ભુત વસ્તુ આપી શકો છો અને તે છે તમારું વેક્સિન લેવું પછી તે પહેલો ડોઝ હોય, બીજો ડોઝ હોય કે બૂસ્ટર ડોઝ હોય.

વડાપ્રધાને ક્રિસમસને કારણે લંડનમાં કડક નિયંત્રણો લાદવાનો ઇનકાર કર્યો હતો. જ્હોન્સને વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના લક્ષ્ય પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘આ રોગચાળાના બે વર્ષ પછી પણ હું કહી શકતો નથી કે અમે તેમાંથી બહાર આવી રહ્યા છીએ. બ્રિટનમાં ગુરુવારે 24 કલાકમાં રેકોર્ડ સંખ્યામાં 1,20,000 કેસ નોંધાયા છે.

ગયા વર્ષે, જ્હોન્સને 19 ડિસેમ્બરે લંડન અને દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડ માટે સ્ટે-એટ-હોમ ઓર્ડર આપ્યો હતો. એટલે કે લોકો બહાર જઈને નાતાલની ઉજવણી કરી શકતા ન હતા. પરંતુ આ વખતે તેણે એવું કંઈ કહ્યું નથી. આ વર્ષે તેમણે નિયમો કડક ન કરવાનું પસંદ કર્યું, તેમના સંદેશમાં કહ્યું કે દેશના લાખો પરિવાર માટે હું આશા રાખુ છુ કે તેમની આ નાતાલ ગત વર્ષ કરતા સારી રહેેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશની મોટી વસ્તીને રસી મળી ગઈ છે. જેના કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મોટી સંખ્યામાં પરિવારો નાતાલની ઉજવણી કરી શકે છે. બોરિસ જ્હોન્સને લોકોને રસી અપાવવા માટે પ્રેરિત કરતી વખતે જિસસ ક્રાઈસ્ટના ઉપદેશોને યાદ કરતા કહ્યું કે, ‘આપણે આપણા પડોશીઓને એ જ રીતે પ્રેમ કરવો જોઈએ, જે રીતે આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ.

તાજેતરમાં, લોકડાઉન સમયગાળા દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટ અને અન્ય સરકારી વિભાગો દ્વારા આયોજિત પાર્ટીઓને કારણે જ્હોન્સનની લોકપ્રિયતા પર અસર પડી છે, જેના કારણે ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીએ તેનો ગઢ ગણાતી સીટ ગુમાવી દીધી હતી.

 

આ પણ વાંચો –

Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ પણ વાંચો –

Year Ender 2021 : કંગનાથી લઇને કેટરીના કૈફ સુધી, આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહ્યા આ સ્ટાર્સ

Next Article