સાઉદી અરબે જાહેર કરી પેંગબરના પદચિહ્નની દુર્લભ તસવીરો

|

May 07, 2021 | 10:06 PM

સાઉદી અરેબીયાએ મક્કાની શાહી મસ્જિદમાં હાજર મકામ-એ-ઇબ્રાહિમની કેટલીક અલભ્ય તસવીરો જાહેર કરી છે. સાઉદી અરેબિયાના મક્કા અને મદિનાની બાબતો ના જનરલ પ્રેસિડેન્સીએ મકામ-એ-ઇબ્રાહિમને નવી ટેકનિક સાથે કેપ્ચર કર્યા છે. જેમાંસ્ટેક્ડ પેનોરેમિક ફોકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાઉદી અરબે જાહેર કરી પેંગબરના પદચિહ્નની  દુર્લભ તસવીરો
સાઉદી અરબે જાહેર કરી પેંગબરના પગચિહ્નની દુર્લભ તસવીરો

Follow us on

સાઉદી અરેબીયાએ મક્કાની શાહી મસ્જિદમાં હાજર Maqam e Ibrahim ની કેટલીક અલભ્ય તસવીરો જાહેર કરી છે. સાઉદી અરેબિયાના મક્કા અને મદિનાની બાબતો ના જનરલ પ્રેસિડેન્સીએ મકામ-એ-ઇબ્રાહિમને નવી ટેકનિક સાથે કેપ્ચર કર્યા છે. જેમાંસ્ટેક્ડ પેનોરેમિક ફોકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇસ્લામના અનુસાર Maqam e Ibrahim એ પથ્થર છે જેનો ઇબ્રાહિમ (ઇસ્લામ) મક્કામાં કાબાના બાંધકામ દરમિયાન દિવાલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી તે તેના પર ઉભા રહી અને દિવાલ બનાવી શકે. પયગમ્બરના પગલાના નિશાનને બચાવવા માટે પત્થરને સોના, ચાંદી અને કાચની ફ્રેમથી સજ્જ કરવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પેગંબર પગલાના નિશાનને બચાવવા માટે પત્થરને સોના, ચાંદી અને કાચની ફ્રેમથી સજ્જ કરવામાં આવ્યો છે. મુસ્લિમોનું માનવું છે કે જે પથ્થરની છાપ લગાવેલી છે તે પવિત્ર કાળા પથ્થર હજ-એ-અસદ સાથે સીધો સ્વર્ગથી આવ્યો હતો.

જ્યારે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, Maqam e Ibrahim નો આકાર જેમાં મધ્યમાં બે અંડાકાર ખાડાઓ છે જેના પેગંબર ઈબ્રાહીમના નિશાન છે. મકામ-એ-ઇબ્રાહિમનો રંગ સફેદ, કાળો અને પીળો (શેડ) ની વચ્ચે છે જ્યારે તેની પહોળાઈ, લંબાઈ અને ઉંચાઇ 50 સે.મી. છે.

 

મકામ-એ-ઇબ્રાહિમ ખાન-એ-કાબાના દરવાજાની સામે સ્થિત છે, જે સફા અને મારવાહ તરફ જતાં ભાગ તરફ લગભગ 10-11 મીટરના અંતરે છે.

થોડા દિવસો પહેલા 4 મેના રોજ, સાઉદી અરેબિયાના અધિકારીઓએ કાબાના કાળા પથ્થરોની આ જ પ્રકાર હાઇ રીઝોલ્યુશનની તસવીર જાહેર કરી હતી. સાઉદી અરેબિયાની સરકારે પવિત્ર શહેર મક્કામાં હાજર કાબામાં લાગેલા કાળા પથ્થરની આશ્ચર્યજનક તસવીરો જાહેર કરી હતી.

આ પથ્થરને હજારે અસવદ  (Hajre Aswad) પણ કહેવામાં આવે છે. તે અરબી ભાષાના બે શબ્દોથી બનેલો છે. અરબીમાં હજરનો અર્થ પથ્થર છે જ્યારે અસવાદનો અર્થ સિયાહ (કાળો) થાય છે.

શાહી મસ્જિદનામાંથી આ તસવીરો કેપ્ચર કરવામાં અંદાજે 7 કલાક જેટલો સમય લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન 1000 થી વધુ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા.સાઉદી સુચના મંત્રાલયના સલાહકારે સોમવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આ તસવીરો લેવામાં 7 કલાક લાગ્યાં છે જે 49,000 મેગાપિક્સલ સુધીની છે.

અલઅર્બિયા ન્યૂઝ અનુસાર આ પથ્થર કાબાના પૂર્વ ભાગમાં જોવા મળે છે. હજ અથવા ઉમરાહની યાત્રા પર આવતા યાત્રાળુઓ કાબાના તવાફ (પરિભ્રમણ) કરે છે.અને આ પથ્થરનું ચુંબન પણ લે છે. એવું કહેવામાં આવે છે કે સિલ્વર ફ્રેમમાં જડવામાં આવેલો આ પથ્થર ખૂબ મહત્વનો માનવામાં છે.

 

Published On - 10:00 pm, Fri, 7 May 21

Next Article