Iran US Israel war: પહેલા ફોટો સળગાવી સિગારેટ પીધી, ખામેનીના ખાત્માથી મહિલા ખુશીથી ઝુમી ઉઠી- જુઓ Video

અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો છે. તેમના મૃત્યુના સમાચાર પછી જે મહિલાએ અગાઉ તેમનો ફોટો સળગાવ્યો હતો અને સિગારેટ સળગાવી હતી તે જ મહિલા વાયરલ થઈ ગઈ છે. વાયરલ વિડિઓ પાછળની સ્ટોરી શું છે.

| Updated on: Mar 01, 2026 | 3:43 PM

ઈરાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મૃત્યું થયું છે. આ સમાચાર બાદ ઈરાનમાં હલચલ મચી ગઈ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેની પણ ચર્ચા થઈ રહીછે. તો ચાલો આપણે જાણીએ કે, આ વાયરલ વીડિયોમાં એવું શું છે. જેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો.જેમાં મહિલાએ અલી ખામેનીનો ફોટોમાં આગ લગાવી હતી. આ આગમાંથી તેમણે સિગારેટ પીધી હતી. આ વીડિયોએ અનેક વિવાદો ઉભા કર્યા હતા. કેટલાક લોકોએ આ વીડિયોની નીંદા કરી હતી.

 

 

 

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના મૃત્યુનો સૌ પ્રથમ દાવો કર્યો હતો. તેમના દાવા બાદ, ઈરાને પણ આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈરાનના પ્રેસ ટીવીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ લીડર ખામેનીની ઇઝરાયલી અને યુએસ હુમલામાં શહીદી વહોરી લેવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક ખામેનીની મૃત્યુ થઈ ગયું છે. ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

ખામેનીના મૃત્યુના સમાચાર થી મહિલા ખુશીથી ઝુમી

ખામેનીના મૃત્યુના સમાચાર એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે ખુશીથી ઝુમતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખામેનીના મૃત્યુ બાદનો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

ખામેનીના મૃત્યુના સમાચાર બાદ ઈરાનમાં વાતાવરણ તંગ હોવાનું કહેવાય છે. લોકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલીક જગ્યાએ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ સન્નાટો છવાયો છે.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે. અહી ક્લિક કરો