ભારત માટે ગર્વની વાત, વિશ્વના 15 દેશોમાં ઉચ્ચ પદ પર બેઠા છે ભારતીય મૂળના લોકો

|

Feb 16, 2021 | 11:23 AM

ભારત (India)નું નામ વિશ્વમાં માનપૂર્વક લેવાઈ રહ્યું છે. તમને પણ જાણીને ગર્વ થશે કે વિશ્વના 15 દેશોમાં ઉચ્ચ પદ પર 200 થી વધુ મૂળ ભારતીય લોકો બિરાજમાન છે.

ભારત માટે ગર્વની વાત, વિશ્વના 15 દેશોમાં ઉચ્ચ પદ પર બેઠા છે ભારતીય મૂળના લોકો
ગર્વની વાત

Follow us on

વિશ્વના ઘણા દેશોમાં ભારતનું નામ ગર્વ સાથે લેવામાં આવી રહ્યું છે. જી હા ભારતીય મૂળના લોકો કુલ 15 દેશોમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય મૂળના લોકો 200 થી વધુ લોકો ઊંચા પડે ફરજ નિભાવી રહ્યા છે. આ લોકોને નેતૃત્વ પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ 200 માંથી 60 લોકોએ વિવિધ દેશોના મંત્રીમંડળમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ માહિતી ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીર્ડ્સ’ માં આપવામાં આવી છે. ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીર્ડ્સ’એ આ પહેલી સૂચિ બહાર પાડી છે.

200 થી વધુ લીડર

સરકારી વેબસાઇટ્સ અને અન્ય જાહેરમાં ઉપલબ્ધ સ્રોતોના આધારે તૈયાર કરાયેલ આ સૂચિમાં જણાવાયું છે કે ભારતીય મૂળના 200 થી વધુ લીડર વિશ્વના 15 દેશોમાં ટોચના પદ પર બિરાજમાન છે. આ યાદીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આમાંથી 60 થી વધુ લોકો દેશોના મંત્રીમંડળમાં તેમની સેવાઓ આપી રહ્યા છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

અમેરિકાના સાંસદ અમી બેરાનું નામ પણ આ લીસ્ટમાં

‘ઇન્ડિયાસ્પોરા’ ના સ્થાપક, ઉદ્યોગપતિ અને રોકાણકાર એમ.આર. રંગસ્વામીએ કહ્યું, “તે ખૂબ જ ગૌરવની વાત છે કે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી દેશની પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના છે.” આ લીસ્ટમાં અમેરિકાના સાંસદ અમી બેરાનું નામ પણ આ લીસ્ટમાં શામેલ છે.

આ યાદીમાં નામ આવ્યા બાદ અમી બેરાએ કહ્યું કે, 2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડ્સની યાદીમાં સામેલ થવું મારા માટે ગર્વની વાત છે. સંસદમાં સૌથી લાંબી સેવા આપતા સાંસદ તરીકે મને ભારતીય-અમેરિકન સમુદાયના નેતા હોવાનો ગર્વ છે. આ સમુદાય અમેરિકન જીવન અને સમાજનો અભિન્ન ભાગ બની ગયો છે.

Next Article