PM Modi US Congress Video: અમેરિકન સંસદમાં ‘મોદી-મોદી’ની ગૂંજ, કહ્યું – AI એટલે અમેરિકા અને ઈન્ડિયા !

PM Modi US Visit : 22 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન 'સ્ટેટ વિઝિટ' માટે ફરી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત અને દ્વિપક્ષીય વાતચીત બાદ વડાપ્રધાન મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

PM Modi US Congress Video: અમેરિકન સંસદમાં મોદી-મોદીની ગૂંજ, કહ્યું - AI એટલે અમેરિકા અને ઈન્ડિયા !
Prime Minister Narendra Modi address the Joint Sitting of US Congress
| Edited By: | Updated on: Jun 23, 2023 | 4:47 PM

Washington, DC : ભારતના વડાપ્રધાન મોદીના (PM Modi) અમેરિકા પ્રવાસનો બીજો દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન સ્ટેટ વિઝિટ માટે ફરી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત અને દ્વિપક્ષીય વાતચીત બાદ વડાપ્રધાન મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા US Capitol પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના 1 કલાકના સંબોધનમાં લગભગ 15 વાર તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું,સંબોધન બાદ ઘણા સેનેટર્સ મોદીનો ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા.

9 વર્ષમાં 8મી વાર વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ બીજીવાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ મોદી 12મી વાર કોઈ દેશની સંસદને સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન મોદી ભૂટાન, નેપાળ અને ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રની સંસદને સંબોધિત કરી ચૂકયા છે.

આ પણ વાંચો :  Breaking News : વ્હાઈટ હાઉસમાં થયું PM Modi નું ભવ્ય સ્વાગત, પ્રવાસી ભારતીયો એ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા, જુઓ Video

વડાપ્રધાન મોદીના સંબોધનની મોટી વાતો

 

  • વડાપ્રધાન મોદીની એન્ટ્રી સમયે સંસંદમાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા
  • વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસ સહિત તમામ લોકોએ ઊભા થઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું
  • અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કરવું સન્માનની વાત, આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે – વડાપ્રધાન
  • AI એટલે અમેરિકા અને ઈન્ડિયા. બંને દેશો વચ્ચે વિશ્વાસ અને મિત્રતા વધી છે.
  • ભારત-અમેરિકા લોકતંત્રમાં માનનારા દેશો છે, અમેરિકાના સપનાઓમાં ભારતીયોનું પણ યોગદાન છે.
  • આપણે સાથે મળીને દુનિયાને સારુ ભવિષ્ય આપી શકીએ છે.
  • ભારત લોકતંત્રની જનની છે.ભારતમાં 2500 રાજકીય પાર્ટીઓ છે, 1000 ભાષાઓ છે. છતા ભારતીયોનો અવાજ એક છે.
  • ભારત ટૂંક સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.
  • સારા ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે મહિલાઓ, દેશની સેનામાં પણ છે સામેલ છે મહિલાઓ.
  • ભારતમાં થઈ છે ઈન્ટરનેટ ક્રાંતિ, ભારત જ્યારે વિકાસ કરે છે ત્યારે દુનિયા વિકાસ કરે છે.
  • ભારતનો સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર અમેરિકા છે. અમેરિકન કંપનીનો વિકાસ ભારતમાં થઈ રહ્યો છે.
  • ભારત અને અમેરિકા અંતરિક્ષ અને સમુદ્રમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.
  • ભારતમાં એરક્રાફ્ટની માંગ અમેરિકામાં રોજગારમાં વધારો કરે છે. યુએસમાં ભારતીયોનું મોટું યોગદાન છે.
  • અમેરિકા આજે ભારતનું સૌથી મોટું સંરક્ષણ સાથી છે.
  • આ યુગ યુદ્ધનું યુગ નથી, સંવાદથી વિવાદોને ખત્મ કરવા જોઈએ.
  • આતંકવાદ એ માનવતા માટે દુશ્મન છે.

અમેરિકાની સંસંદને સંબોધિત કરનાર ભારતીય વડાપ્રધાન

  • જવાહરલાલ નહેરુ
  • રાજીવ ગાંધી
  • પી.વી. નરસિંહારાવ
  • અટલ બિહારી વાયપેય
  • મનમોહન સિંઘ
  • નરેન્દ્ર મોદી

 US Capitol બહાર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉમટયા સમર્થકો

 


આ પણ વાંચો : PHOTOS : બાઈડનને મળીને બોલ્યા PM MODI -વ્હાઈટ હાઉસમાં મારુ સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન !

22 જૂનના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે વડાપ્રધાન મોદી અમેરિકાના વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાય-અમેરિકન સરકારે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્હાઈટ હાઉસના આંગણે મોદી-બાઈડને ભારત અને અમેરિકાના સંબંધો પર સંબોધન પણ આપ્યું હતું. ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. અને ત્યાર બાદ તેઓ મીડિયા સામે પણ હાજર રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:39 am, Fri, 23 June 23