ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેધરલેન્ડ પ્રવાસે, ટ્યૂલિપ ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું

|

Apr 05, 2022 | 5:51 PM

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના નેધરલેન્ડ પ્રવાસે છે. તેમણે નેધરલેન્ડની રાજધાનીમાં ક્યુકેનહાફમાં વિશ્વ પ્રસિદ્ધ ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રપતિ કોવિંદે ટ્યૂલિપની ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું હતું.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેધરલેન્ડ પ્રવાસે, ટ્યૂલિપ ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેધરલેન્ડ પ્રવાસે, ટ્યૂલિપ ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું
Image Credit source: ram nath kovind twitter

Follow us on

Tulip Garden Netherland : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ત્રણ દિવસના પ્રવાસે નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમ પહોંચ્યા હતા જ્યાં તેમણે ક્યુકેનહાફમાં વિશ્વ પ્રસિદ્ધ ટ્યૂલિપ ગાર્ડન (Tulip Garden)ની મુલાકાત લીધી હતી. ભારત અને નેધરલેન્ડ વચ્ચેના 75 વર્ષના રાજદ્વારી સંબંધોને પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રપતિ કોવિંદે ટ્યૂલિપની ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું હતું.

આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવું ફુલ ખીલ્યું, જેનું નામ છે “મૈત્રી”

આ અવસરે ટ્યૂલિપ ગાર્ડનમાં સંબોધિત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, “આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવું ફુલ ખીલશે. અમે આ ટ્યૂલિપ ફુલનું નામ “મૈત્રી” રાખ્યું છે જેનો અર્થ મિત્રતા થાય છે. આ અનોખી પહેલા માટે હું નેધરલેન્ડની સરકારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત અને નેધરલેન્ડના લોકો વચ્ચેની મિત્રતા અને સંબંધોને મજબૂત કરવાની દિશામાં તે પ્રેરિત કરશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ઉત્પાદક અને નિર્યાત કરનારો દેશ

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, નેધરલેન્ડમાં આવીને તેમને પ્રસન્નતા થઇ રહી છે. આ પ્રવાસ મેં આપણા બન્ને દેશના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠના વિશેષ અવસરે કર્યો છે. હું યુરોપના ક્યુકેનહાફ ગાર્ડન અને વિશ્વ પ્રસિદ્ધ ટ્યૂલિપના ઘરમાં આવીને અત્યંત ખુશ છું. આ ગાર્ડન દર વર્ષે લાખો મહેમાનોને આમંત્રિત કરે છે અને નેધરલેન્ડમાં વસંત ઋતુનું આગમન થાય છે.

તે બાગબાની ક્ષેત્રે ડચ લોકોની નિપૂણતાને પ્રદર્શિત કરે છે જે તેને વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ઉત્પાદક અને નિર્યાત કરનારો દેશ બનાવે છે. ક્યુકેનહાફ ગાર્ડનને યુરોપનો બગીચો પણ કહેવામા આવે છે જે વિશ્વના સૌથી મોટા ફુલોના બગીચા પૈકી એક છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, ક્યુકેનહાફ પાર્ક 32 હેક્ટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે અને લગભગ 7 મિલિયન ફુલો છે.

મોટી સંખ્યામાં પર્યટકો ગાર્ડન મુલાકાત લે છે

ક્યુકેનહાફ ગાર્ડનને ખાસ કરીને ટ્યૂલિપ માટે ઓળખવામા આવે છે અને અન્ય ફુલ જેમ કે હાઇઅસિન્થ, ડૈફોડીલ્સ, લિલી, ગુલાબ, કાર્નેશન્સ અને આઇરિસ પણ સામેલ છે. તે દક્ષિણ હોલેન્ડ પ્રાંતમાં હાર્લેમના દક્ષિણમાં એમ્સટર્ડમના દક્ષિણ પશ્વિમમાં “દૂન અને બલ્બ ક્ષેત્ર” નામના વિસ્તારમાં સ્થિત છે. આ બગીચાનું મેદાન ખાનગી કાર્યક્રમો અને તહેવારો માટે વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે પરંતુ માર્ચથી મેના મધ્ય સુધી વિશ્વ પ્રસિદ્ધ 8 અઠવાડિયાના ટ્યૂલિપ ડિસ્પ્લે માટે સામાન્ય લોકો માટે ખુલ્લું રહે છે જેમાં એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કર

Next Article