POK EXCLUSIVE : ‘અમે પાકિસ્તાન નહીં પણ ભારતને પસંદ કરીશું, હવે અમને રોકવું મુશ્કેલ’, POKના લોકો તૈયાર

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં ભારે હિંસા અને પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે તેમના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે અને તેમને પરત મેળવવા તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. લોકોએ કહ્યું કે કોંગ્રેસ સરકારે POJKને પાકિસ્તાનને વેચી દીધું છે. POJK કાર્યકર્તા આદિલ મેગ્રેએ કહ્યું, 'અમારો જીવવાનો અધિકાર છીનવાઈ ગયો છે, વિરોધ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી'.

POK EXCLUSIVE : અમે પાકિસ્તાન નહીં પણ ભારતને પસંદ કરીશું, હવે અમને રોકવું મુશ્કેલ, POKના લોકો તૈયાર
| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:58 AM

PoK EXCLUSIVE:  PoK સળગી રહ્યું છે, પ્રદર્શનો સતત થઈ રહ્યા છે. લોકો પાસેથી મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. લોટ, દાળ, ચોખા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જેના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. TV9 ભારતવર્ષે POJK (પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર) ના આવા જ એક નાગરિક સાથે વાત કરી જે આ વિરોધમાં સામેલ છે અને પાકિસ્તાન પાસે તેના અધિકારોની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે અમે હવે અટકવાના નથી. POJK કાર્યકર્તા આદિલ મેગ્રેએ કહ્યું, ‘અમારો જીવવાનો અધિકાર છીનવાઈ ગયો છે, વિરોધ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી’.

આ પણ વાંચો: Rajnath Singh on POK: વગર કઈ પણ કરે ભારતમાં આવી જશે POK રક્ષા મંત્રી રાજનાથ સિંહેના નિવેદને પાકિસ્તાનની ઉડાવી ઉંઘ

આદિલે કહ્યું કે હવે અમે રોકવાના નથી અને આવા પ્રદર્શનો કોઈપણ હદ સુધી જઈ શકે છે. જો અમારી પાસેથી રોટલીનો ટુકડો છીનવાઈ રહ્યો છે, તો લોકો ઘરમાં રહી શકશે નહીં. અમને અને અમારા લોકોને ગેસ, પાણી, વીજળી, લોટ અને રોટલી નથી મળી રહી. આ પાકિસ્તાનની નિષ્ફળતા છે, પાકિસ્તાન લોકોને અધિકારો અપાવવામાં સક્ષમ નથી અને હવે અમે રસ્તા પર ઉતરી આવ્યા છીએ, અમને કોઈ રોકી શકશે નહીં. આ પ્રદર્શન કોઈ પક્ષ, કોઈ સંગઠન કે નેતાનું નથી, પરંતુ સામાન્ય લોકોનું છે.

લોકોના અવાજને દબાવી રહ્યું છે પાકિસ્તાન

POJKના એક નાગરિકે TV9ને કહ્યું કે અમે અમારો જીવ જોખમમાં મુકી રહ્યા બોલી રહ્યા છીએ, અમને અહીં બોલવાનો અધિકાર પણ નથી, અમારી પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, અમને એકબીજામાં લડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધું સતત વધી રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું કે જ્યારે લોકો પાસે બે વિકલ્પ હશે ત્યારે તેઓ શ્રેષ્ઠ વિકલ્પ લેશે. જો ભારત શ્રેષ્ઠ વિકલ્પ હોય તો પસંદ કરવામાં શું વાંધો છે, POJKના લોકો માત્ર પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે. અને પોતાનું ભવિષ્ય બચાવવા માટે, અમે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીશું, જેથી અમારો જીવવાનો અધિકાર છીનવાઈ ન જાય. પાકિસ્તાન તેની દાદાગીરી બંધ કરે, તે અહીં ગેરકાયદેસર રીતે આવ્યું છે. આ મુદ્દો અમારી અને ભારત વચ્ચેનો છે, પાકિસ્તાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

કોંગ્રેસે POJKને પાકિસ્તાનને વેચી દીધું

આદિલે કહ્યું કે કોંગ્રેસ સરકારે POJKને પાકિસ્તાનને વેચી દીધું હતું. અમારા રાજ્યે કાનૂની કરાર કર્યો હતો, જે પસાર થયો ન હતો, અમને પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા અને અમે હવે મરી રહ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો