PM Modi In Australia: PM મોદીનું સિડનીમાં ભવ્ય સ્વાગત, આકાશમાં લખ્યું Welcome Modi, જુઓ Video

|

May 23, 2023 | 12:46 PM

PM Modi In Sydney: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિડની પહોંચતા જ પીએમના સ્વાગત માટે આકાશમાં 'Welcome Modi' લખવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાનના સિડનીમાં ઘણા મોટા કાર્યક્રમો નિર્ધારિત છે.

PM Modi In Australia: PM મોદીનું સિડનીમાં ભવ્ય સ્વાગત, આકાશમાં લખ્યું Welcome Modi, જુઓ Video
PM Modi In Australia

Follow us on

PM Modi In Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયામાં છે. આજે તેમનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ દરમિયાન વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિમાનની મદદથી પીએમને આવકારવા આકાશમાં ‘Welcome Modi’ લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની આ તેમની બીજી મુલાકાત છે. વડાપ્રધાન અગાઉ પાપુઆ ન્યુ ગિનીમાં હતા, જ્યાં ટાપુ દેશના પીએમ જેમ્સ મારાપે તેમના પગને સ્પર્શ કર્યો હતો. જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં પહોંચેલા જો બાઇડને વડાપ્રધાનનો ઓટોગ્રાફ માંગ્યો હતો.

આ પણ વાંચો : Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, ફિજીના PMએ કર્યા સન્માનિત

દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન
Hanuman Chalisa : 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શું થાય ?
અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપર સીઈઓ પોલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ્રુ ફોરેસ્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટને મળશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત કરશે.

સિડનીના સ્ટેડિયમમાં પીએમ મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમ પહોંચશે. અહીં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર, આ 20 હજાર સીટર સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે ધ સિડની મોર્નિંગ હેરાલ્ડને ટાંકીને જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશનના ડિરેક્ટર જય શાહ અને રાહુલ જેઠી છે.

સિડની પહોંચનાર પીએમ મોદી ક્વોડના એકમાત્ર નેતા

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વોડ લીડર્સની મીટિંગ શેડ્યૂલ હતી. 24 મેના રોજ યોજાનારી બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પણ અહીં પહોંચવાના હતા. જોકે, અમેરિકામાં ડેબ્ટ લિમિટ અંગેની વાતચીતને કારણે તેણે ઓસ્ટ્રેલિયાની મુલાકાત રદ કરી હતી. અમેરિકન અર્થતંત્રને વેગ આપવા માટે બાઇડેન સામે આ એક મોટો મુદ્દો છે. બાઇડેન પછી, ફ્યુમિયો કિશિદાએ પણ તેમની મુલાકાત રદ કરવાની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે જે નિર્ધારિત તારીખે સિડની પહોંચ્યા હતા. G7 સમિટ દરમિયાન જ ક્વાડ નેતાઓએ બેઠક યોજી હતી.

Next Article