US માં ખૂબ વ્યસ્ત રહેશે PM મોદી, જો બાઈડન-કમલા હેરિસ સાથે ચર્ચા, ટિમ કૂક સાથે કરશે મુલાકાત, સંયુક્ત રાષ્ટ્રમાં આપશે ભાષણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

|

Sep 21, 2021 | 5:38 PM

PM Modi's visit to America: પીએમ મોદીની અમેરિકા મુલાકાતના એજન્ડામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ છે. પીએમ મોદી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

US માં ખૂબ વ્યસ્ત રહેશે PM મોદી, જો બાઈડન-કમલા હેરિસ સાથે ચર્ચા, ટિમ કૂક સાથે કરશે મુલાકાત, સંયુક્ત રાષ્ટ્રમાં આપશે ભાષણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Prime Minister Narendra Modi

Follow us on

Prime Minister Modis USA tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. વડા પ્રધાન મોદીનો પ્રવાસ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઉતરાણથી લઈને ન્યૂયોર્કથી પરત ફરવા સુધીનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વહેલી સવારે અમેરિકા જવા રવાના થશે. વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે સવારે અમેરિકાના ટોચના સીઈઓને મળશે. તેમાં એપલના સીઈઓ (CEO) ટિમ કૂકનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેઓ 23 સપ્ટેમ્બરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળશે, ત્યાં બીજા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે ચર્ચા કરશે.

24 મીએ ક્વાડ અને 25 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલી
પીએમ મોદી 24 સપ્ટેમ્બરે ક્વાડ મીટિંગમાં ભાગ લેશે જ્યાં તેમની સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હશે. જો બાઈડન અમેરિકાની વર્તમાન પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઈટ હાઉસમાં બાઈડન દ્વારા આયોજીત રાત્રિભોજનમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને UNGAમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જવા રવાના થશે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે. તે દિવસના પ્રથમ વક્તા હશે. આ પછી તે કોવિડ 19 કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

26 સપ્ટેમ્બરે ભારત પરત આવશે
વિદેશ સચિવ એચ.વી.શ્રીંગલાએ કહ્યું કે પ્રધાનમંત્રી 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. વિદેશ મંત્રી એસ જયશંકર ( S Jaishankar ) સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે. તેઓ યુએસ પ્રમુખ જો બાઈડન, ક્વાડ લીડર્સ મીટ અને યુએનજીએ (UNGA) સાથે તેમની પ્રથમ વ્યક્તિગત મુલાકાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાન 24 સપ્ટેમ્બરે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (Scott Morrison), જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગા ( Yoshihide Suga ) અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે ક્વાડ (Quad) લીડર્સ સમિટમાં હાજરી આપશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બાઈડનના સત્તાકાળમાં પહેલી મુલાકાત
જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી છેલ્લી વખત સપ્ટેમ્બર 2019 માં અમેરિકા ગયા હતા. ત્યાર બાદ તેમણે હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ભાગ લીધો હતો.

અફઘાન સંકટ, પાકિસ્તાને પણ એજન્ડામાં સમાવેશ કર્યો
પીએમ મોદીની અમેરિકા મુલાકાતના એજન્ડામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ છે. પીએમ મોદી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. અફઘાનિસ્તાન પર SCO-CSTO આઉટરીચ સમિટમાં પીએમ મોદીએ તાલિબાન શાસનમાં મહિલાઓ અને લઘુમતીઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે UNનો હસ્તક્ષેપ માંગ્યો હતો અને કહ્યું હતું કે તાલિબાન સરકારને માન્યતા આપવી કે નહીં તે વૈશ્વિક સ્તરે નક્કી થવું જોઈએ.

આ પણ વાંચોઃ સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર

આ પણ વાંચોઃ 76th UNGA: ન્યુયોર્કમાં પીઝાનો આનંદ લઈ રહ્યા છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો, વેક્સીન વગર પહોંચ્યા અમેરિકા

Next Article