AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદી અને પુતિન વચ્ચે મુલાકાત, તેલ-ગેસથી લઈને ઈરાન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન મહત્વપૂર્ણ મુલાકાત થઈ. આ વાર્તામાં તેલ અને ગેસના પુરવઠા, ઊર્જા સુરક્ષા, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

Breaking News : PM મોદી અને પુતિન વચ્ચે મુલાકાત, તેલ-ગેસથી લઈને ઈરાન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
| Updated on: Aug 31, 2026 | 7:53 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે તેલ અને ગેસના પુરવઠા, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ રવિવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા હતા. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 26મા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા છે.

SCOનું આ બે દિવસીય શિખર સંમેલન 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે. આ વર્ષે સંગઠને તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મધ્ય એશિયામાં યોજાઈ રહેલા આ મહત્ત્વના સમિટમાં ભારત સહિત અનેક દેશોના અગ્રણી નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પર સૌની નજર છે. બંને નેતાઓ વચ્ચે ઊર્જા સુરક્ષા અને તેલ-ગેસના પુરવઠા ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અને રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત પહેલાં પ્રધાનમંત્રી મોદીએ SCO સમિટ દરમિયાન આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પાશિન્યાન સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પણ મુલાકાત કરીને વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીની મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી SCO લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. કિર્ગિઝ રિપબ્લિકના મંત્રીમંડળના અધ્યક્ષ આદિલબેક કાસિમાલિવે એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.

SCO સમિટ અંગે માહિતી આપતાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સમિટમાં સંગઠનના દસ સભ્ય દેશો, પંદર ભાગીદાર દેશો અને બે નિરીક્ષક દેશો ભાગ લઈ રહ્યા છે. આ મંચ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંવાદ અને સહયોગને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બિશ્કેક પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ ઉષ્માભરી મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને કિર્ગિઝ રિપબ્લિક વચ્ચેના મિત્રતાના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ભારતીય સમુદાયના ઉત્સાહ અને મૂલ્યવાન યોગદાનની પ્રશંસા કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકી બાદ અફરાતફરી

Follow Us
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">