PM Modi in America: PM મોદીએ જો બાઈડન સાથે ચિયર્સ કર્યુ તે ડ્રીંક કયું છે? જાણો

|

Jun 24, 2023 | 12:00 PM

PM નરેન્દ્ર મોદી 4 દિવસ અમેરિકા પ્રવાસે ગયા હતા, જ્યા તેમને જો બાઈડન અને અમેરિકન સાંસદો સાથે મુલાકાત અને સાંસદોને સંબોધન કર્યું હતું, જે બાદ PM મોદીને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ડ્રીંક પણ આપવામાં આવ્યું હતું.

PM Modi in America: PM મોદીએ જો બાઈડન સાથે ચિયર્સ કર્યુ તે ડ્રીંક કયું છે? જાણો
Image Credit source: Google

Follow us on

America: PM નરેન્દ્ર મોદી 4 દિવસ અમેરિકા પ્રવાસે ગયા હતા, જ્યા  PM મોદીને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ડ્રીંક પણ આપવામાં આવ્યું હતું. બાઈડન સ્પષ્ટ કર્યું હતું કે આ ગ્લાસમાં કોઈ આલ્કોહોલ નથી. બાઈડન કહ્યું, ‘અમારા માટે સારી વાત એ છે કે અમે બંને પીતા નથી.’ આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે પીએમ મોદી ખરેખર શું પીતા હતા?

આ પણ વાંચો: Good News: PM મોદીએ NRIને કહ્યું ;H-1B વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે, અમદાવાદમાં ખુલશે કોન્સ્યુલેટ

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

યુએસ પ્રમુખ જો બાઈડન ગુરુવારે તેમના યુએસ પ્રવાસ પર પીએમ નરેન્દ્ર મોદીની યજમાની કરતી વખતે એક સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. વ્હાઇટ હાઉસમાં આયોજિત આ શાનદાર કાર્યક્રમમાં બંને રાજનેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી હતી. તેમના હાથમાં ડ્રિંક્સ હતું, જે બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધારવાના નામે ચેસ કર્યું હતું.

 

Credit- twitter @ANI

બાઈડને ચોખવટ કરી હતી કે આ ગ્લાસમાં કોઈ આલ્કોહોલ નથી. બાઈડને કહ્યું  કે ભારતના PM નરેન્દ્ર મોદી અને હું  અમે બન્ને  માટે સારી વાત છે અમે બંને આલ્કોહોલ લેતા નથી. PM મોદી અને જો બાઈડને જીંજર એલ ડ્રીક પીધું હતું.

જીંજર એલ શું છે

જીંજર એલ મૂળભૂત રીતે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે. કાર્બોનેટેડ એટલે કે તેમાં સોડા ભેળવવામાં આવે છે. તે સામાન્ય સોફ્ટ ડ્રિંક જેવું જ છે, પરંતુ તે આદુ સાથે સ્વાદિષ્ટ છે. તે ઘણીવાર સીધો પીવામાં આવે છે. કેટલાક લોકો તેને અન્ય પીણામાં ભેળવીને પીવે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ રેગ્યુલર અથવા ગોલ્ડન અને બીજું ડ્રાય. ઘણા લોકો તેને સામાન્ય પીણાંની જેમ જ પીવાનું પસંદ કરે છે. જો કે, કેટલાક લોકો તેને ઉબકાથી રાહત માટે પણ પીવે છે. સાઇટ્રિક એસિડ અને સોડિયમ બેન્ઝોનેટ જેવા પ્રિઝર્વેટિવ્સ પણ જીંજર એલમાં વપરાય છે.

PM મોદી માટે ખાસ ડિનરનું પણ આયોજન

તમને જણાવી દઈએ કે પીએમ મોદીના વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરના મેનૂમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ તરબૂચ અને ટેન્ગી એવોકાડો સોસ સામેલ હતા. જ્યારે મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો સામેલ છે. સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 am, Sat, 24 June 23

Next Article