વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેક્સિન મંત્ર, ભારત કોરોના વેક્સિનના અનુભવમાં દુનિયામાં સૌથી અગ્રેસર

|

Nov 24, 2020 | 4:04 PM

વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યપ્રધાનોને ઓનલાઇન સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે દરેક રાજયોનો કોરોનાનો અનુભવ આ મહામારીને હરાવવામાં કારગત નિવડશે. મોદી શાયરાના અંદાજમાં અજય દેવગણની “દિલવાલે” ફિલ્મનો ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું કે આપણે એવી પરિસ્થિતિ લાવવાની નથી કે પાણી ઓછું હોય ત્યારે આપણે ડુબી જઇએ. વડાપ્રધાને કહ્યું કે કોરોનામાં રિકવરી દર વધ્યાં બાદ લોકોમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેક્સિન મંત્ર, ભારત કોરોના વેક્સિનના અનુભવમાં દુનિયામાં સૌથી અગ્રેસર

Follow us on

વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યપ્રધાનોને ઓનલાઇન સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે દરેક રાજયોનો કોરોનાનો અનુભવ આ મહામારીને હરાવવામાં કારગત નિવડશે. મોદી શાયરાના અંદાજમાં અજય દેવગણની “દિલવાલે” ફિલ્મનો ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું કે આપણે એવી પરિસ્થિતિ લાવવાની નથી કે પાણી ઓછું હોય ત્યારે આપણે ડુબી જઇએ.

વડાપ્રધાને કહ્યું કે કોરોનામાં રિકવરી દર વધ્યાં બાદ લોકોમાં બેદરકારી વધી છે. પરંતુ, જયાં સુધી દવા ન આવે ત્યાંસુધી બેદરકાર રહેવું યોગ્ય નથી.પીએમ મોદીએ કોરોનાના મૃત્યુદર અને ચેપદર મામલે વિશ્વના ઘણા દેશો કરતા ભારતમાં સ્થિતિ સારી હોવાનું કહ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પીએમ મોદીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ રસીને લઈને સરકાર પર આક્ષેપ કરે છે. મોદીએ કહ્યું કે કેટલાક લોકો રસી પર રાજકારણ કરે છે. હું લોકોને રસી ઉપર રાજકારણ કરવાથી રોકી શકતો નથી.

 

કોરોના રસી લાગુ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. આ માટે આપણે એક ટીમની જેમ સાથે કામ કરવું પડશે તેમ પીએમએ કહ્યું. વેક્સિનના કેટલા ડોઝ હશે ? રસી કેવી હશે ? રસી કોને પ્રથમ મળશે?  ટૂંક સમયમાં તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જાહેર કરાશે.

અમારું લક્ષ્ય દરેકને રસી અપાવવાનું છે. રસીના ભાવ અને માત્રા અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. રસીકરણની પ્રક્રિયા પ્રમાણિત સિસ્ટમ દ્વારા થવી જોઈએ તેમ પણ  મોદીએ ઉમેર્યું.

વડાપ્રધાને કહ્યું કે બે વેક્સિન ભારતના મેદાનમાં છે. અને, ભારતમાં હાલ વેક્સિનનું અંતિમ ચરણ છે. વેક્સિન બાબતે નિર્ણય વૈજ્ઞાનિક તથ્યોના આધારે થવો જોઇએ. કારણ કે કયારેક કોઇક દવાનું કેટલાક લોકોને રિએકશન આવે છે. તો કેટલાકને એ-જ દવા માફક પણ આવી જાય છે.

છેલ્લે મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં સહેજ પણ ઢિલાસ રાખવાની જરૂર નથી. અને આપણા અનુભવના આધારે કોરોનાને હરાવવાનો છે. શું બોલ્યા મોદી જુઓ વીડિયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article