ફરવા જાવ, લગ્ન કરો, પત્ની બનાવો અને છૂટાછેડા આપી દો..અહીં પ્રવાસીઓને મળે છે “થોડા દિવસની પત્ની”

વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં પ્રવાસીઓને પત્ની આપવામાં આવે છે. પ્રવાસીઓ પોતાની પસંદગીની સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની તરીકે રાખે છે અને પ્રવાસ પુરો થાય પછી તેને છૂટાછેડા આપી દે છે

ફરવા જાવ, લગ્ન કરો, પત્ની બનાવો અને છૂટાછેડા આપી દો..અહીં પ્રવાસીઓને મળે છે થોડા દિવસની પત્ની
get a wife for a few days
| Updated on: Feb 06, 2025 | 3:52 PM

કલ્પના કરો કે તમે કોઈ અજાણ્યા દેશમાં જાવ છો અને તમને તેના વિશે કંઈ ખબર નથી. આવી સ્થિતિમાં, તમે તમારા માટે ગાઈડ શોધશો. પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં પ્રવાસીઓને પત્ની આપવામાં આવે છે. પ્રવાસીઓ પોતાની પસંદગીની સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની તરીકે રાખે છે અને પ્રવાસ પુરો થાય પછી તેને છૂટાછેડા આપી દે છે. તેને Pleasure Marriage કહેવાય છે.

ઈન્ડોનેશિયામાં Pleasure Marriageમાં વ્યાપક વધારો

દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં Pleasure Marriageનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ઈન્ડોનેશિયામાં આ ઘણું જોવા મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ મુજબ, ઈન્ડોનેશિયામાં Pleasure Marriage એક મોટો ઉદ્યોગ બની ગયો છે. ઘણી સ્ત્રીઓ પોતાની આજીવિકા અને પૈસા કમાવવા માટે Pleasure Marriageનો ભાગ બની જાય છે. આનાથી ઇન્ડોનેશિયાના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળે છે.

કેમ Pleasure Marriage કરી રહી મહીલા

ઈન્ડોનેશિયામાં Pleasure Marriage એક વ્યવસાય બની ગયો છે. ખાસ કરીને ગામડાઓમાં રહેતી મહિલાઓ તેનો એક ભાગ બની જાય છે. પૈસાના લોભને કારણે કેટલીક મહિલાઓના પરિવારના સભ્યો તેમના પર Pleasure Marriage કરવા દબાણ કરે છે તો કેટલીક મહિલાઓ પૈસા કમાવવા માટે પોતાની મરજીથી આ વ્યવસાય અપનાવે છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની જેમ, અહીં પણ દલાલો છે, જેઓ પ્રવાસીઓને તેમની માંગ મુજબ મહિલાઓ સાથે પરિચય કરાવે છે અને બંનેના લગ્ન થાય છે.

કેવી રીતે થાય છે Pleasure Marriage ?

એક રિસોર્ટમાં, પુરૂષ પ્રવાસીઓને એજન્સીઓ દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે પરિચય કરાવવામાં આવે છે. જે તેમને તેમના કામચલાઉ લગ્ન કરાવવામાં મદદ કરે છે. એકવાર બંને પક્ષો સંમત થયા પછી, ઝડપી, અનૌપચારિક લગ્ન સમારોહ થાય છે, જે પછી પુરુષે પસંદ કરેલી સ્ત્રીને રોકડ ચૂકવણી કરવી જરૂરી છે. આ વળતરના રૂપમાં કન્યાની કિંમત છે.

જે પત્નીઓ આવા ટૂંકા ગાળાના લગ્ન કરે છે તેઓ તેમના વિદેશી પતિ સાથે સેક્સ કરશે અને ઘરનું બાકીનું કામ પણ કરશે. જેમ જેમ પતિના વિઝાની મુદત પૂરી થઈ જાય છે એટલે કે પ્રવાસ પૂરો થાય છે અને તેના દેશ છોડવાની તારીખ આવે છે, તે જ દિવસથી લગ્ન ઓટો મોડમાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.

Published On - 9:58 am, Sat, 5 October 24