Indonesia માં વિમાન દુર્ઘટના, માનવ અંગો અને કાટમાળ મળી આવ્યા

ઇંડોનેશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે, વિમાને ગઇકાલે ઇંડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભરી એની થોડી જ મિનીટોમા વિમાન સાથે સંપર્ક...

Indonesia માં વિમાન દુર્ઘટના, માનવ અંગો અને કાટમાળ મળી આવ્યા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 10, 2021 | 10:55 AM

Indonesia માં એક મોટી વિમાન દુર્ઘટના બની છે, વિમાને ગઇકાલે ઇંડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભરી એની થોડી જ મિનીટોમા વિમાન સાથે સંપર્ક ટૂટી ગયો હતો અને હવે આ વિમાન ક્રેશ થઇ ગયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, આ વિમાનમાં ક્રૂના 12 સભ્યો સહિત કુલ 62 મુસાફરો સવાર હતા, વિમાન દુર્ઘટના સ્થળે કાટમાળ અને કેટલાક માનવ અંગો મળી આવ્યા છે. જેના પગલે શોધખોળને વધુ ઝડપી બનાવવામાં આવી છે.ઈન્ડોનેશિયાના (Indonesia) પરિવહન મંત્રી બુદી કરિયા સુમાડીએ જણાવ્યું હતું કે શ્રીવિજય એરલાઇન્સની ( SHREEVIJAY AIRLINES) એસ.જે. 182 ની ફ્લાઇટ બપોરે 2:36 વાગ્યે ઉડાવ ભરતા પહેલા એક કલાક મોડી પડી હતી. પાઇલટે હવાઈ ટ્રાફિક નિયંત્રણ સાથે સંપર્ક કર્યાના ચાર મિનિટ પછી, બોઇંગ 737-500 રડારમાંથી ગાયબ થઈ ગયુ હતુસુમાડીએ જણાવ્યુ કે ચાર જંગી જહાજની સાથે કેટલાક જહાજો દ્વારા બચાવ અભિયાન ચાલુ છે, બચાવદળએ માછીમારો પાસેથી વિમાનનો કાટમાળ અને યાત્રીઓના કપડા લઇ ભેગા કરી લીધા છે આ વસ્તુઓને આગળની તપાસ માટે રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિને સોંપવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">